Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના માતારમાં પત્તા-પાનાનો જુગાર રમતા ૧૦ ઇસમો ઝડપાયા.

Share

આગામી ૩૧ મી ડીસેમ્બર તેમજ નાતાલના તહેવારને અનુલક્ષીને જીલ્લામાં પ્રોહી/જુગારની ડ્રાઇવનું આયોજન કરેલ જેથી ડ્રાઇવ દરમ્યાન કામગીરી કરવા પોલીસ માણસો માતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન જીલ્લા એપેક્ષ હોટેલ પાસે આવતા સાથેના હેઙકો. વિનોદકુમાર તથા પો.કો. કેતનકુમાર નાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે રતનપુર ગામ મુખી ફળીયામાં આવેલ બસીરમીયાં પીરસાહબમીયાં મલેક નાઓ પોતાના રહેઠાંણ મકાન આગળ ખુલ્લી જગ્યામાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ જાહેરમાં પત્તા-પાનાનો પૈસાથી હાર-જીતનો જુગાર રમી રમાડે છે જેથી ચેક કરતા સ્થળ ઉપરથી ૧૦ ઇસમો મળી આવેલ જેઓની અંગ-જડતીમાંથી મળી આવેલ રોકડા રૂ.૨૩,૦૪૦ તથા દાવ પરથી મળી આવેલ રોકડા રૂ.૪,૩૬૦ મળી કુલ રોકડા રૂ.૨૭,૪૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૭ કિં.રૂ.૧૭,૦૦૦ના મળી કુલ રૂ.૪૪,૪૦૦ ના જુગારના સાધનો સાથે મુદ્દામાલ મળેલ જે કાયદેસર કાર્યવાહી કરી માતર પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ

ProudOfGujarat

ગળતેશ્વરમાં પડોશીને ઠપકો આપવા ગયેલા દાદાને યુવકે માથામાં લાકડું મારતાં મોત નિપજ્યું

ProudOfGujarat

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગેલાણી તળાવ નજીક ચોમાસાની ઋતુ પૂર્વે વિદેશી પક્ષીઓને રાષ્ટ્રીય પક્ષીઓનું આગમન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!