Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : મિત્રાલ ગામમાં એટીએમ બંધ હોવાથી લોકોને હાલાકી

Share

વસો તાલુકાના મિત્રાલ ગામે બેંક ઓફ બરોડા સાથે વિજ્યા બેંક મર્જ થયા બાદ ખાતેદારોની લાઈનો જોવા મળી રહી છે. બેંકનું એટીએમ પણ બંધ હાલતમાં હોવાથી રૂપિયા ઉપાડવા અને જમા કરાવવા માટે ખાતેદારોને લાઈનોમા ઉભા રહેવું પડતું હોવાની ફરિયાદ ઉઠી છે. મિત્રાલ ગામમાં અગાઉ વિજયા બેન્ક અને બેન્ક ઓફ બરોડાની જુદી જુદી શાખાઓ હતી. બંને બેંકોનું વિલીનીકરણ થતા ખાતેદારોની સંખ્યા 8,800 પર પહોંચી ગઈ છે. એક તરફ એક બેંક બંધ થઈ ગઈ, જ્યારે બીજી તરફ એટીએમ મશીન પણ છાસવારે બંધ થઈ ગયા છે. ગામમાં છેલ્લા ત્રણ મહીનાથી એટીએમ મશીન બંધ હોય લોકોને નાણાં ઉપાડવા ઘણી મુશ્કેલી પડી રહી છે. બેંકમાં નાણાકીય લેવડદેવડ ઉપરાંત ખેતી વિષયક તેમજ ધંધા રોજગારની લોન, શાળાની શિષ્યવૃત્તિ, વીમા યોજના જેવી કામગીરીનું પણ ભારણ રહેતું હોય છે. ત્યારે એટીએમ મશીનનું રીપેરીંગ કરવા અવાર નવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા ખાતેદારોમાં રોષ વ્યાપ્યો છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

છોટાઉદેપૂર મા ઓરસગં નદી ના પટ મા નવા નીર આવ્યા..

ProudOfGujarat

ડમ્પરમાં દહેજ મોકલાયેલું 7.60 લાખનું રિફાઇન્ડ સલ્ફર રસ્તામાં સગેવગે કરાતાં ફરિયાદ

ProudOfGujarat

મોરબી-જૂથ અથડામણમાં 3 વ્યક્તિનાં થયાં મોત-જમીન મુદ્દે સર્જાયેલી અથડામણમાં 3 વ્યક્તિનાં મોત થયા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!