Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : વસો તાલુકામાં એન્ટી ટોબેકો સ્કઓવડ દ્વારા ૮ દુકાનદારોને દંડ કરાયો.

Share

એન્ફોર્સમેન્ટ સ્કવોડ દ્વારા તમાકુ વિરોઘી જનજાગૃતી માટેની રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમીયાન કુલ ૮ વ્યકિતઓ નિયમોનું ઉલ્લંઘન કરતી માલૂમ પડી હતી. જેથી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તાલુકા એન્ફોર્સમેન્ટ સ્કવોડ ઘ્વારા COTPA-૨૦૦૩ અંતર્ગત ખાંધલી, હેરંજમાં તમાકુ નિયંત્રણ સેલ, વસો દ્વારા તમાકુ નિયંત્રણની કામગીરી, કાયદાની અમલવારી અને સામાજીક જનજાગૃતી માટે રેડનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારીના માર્ગદર્શન મુજબ આરોગ્યશાખા, રેવન્યુ વિભાગ, પોલીસ વિભાગ, શિક્ષણ  વિભાગ, પંચાયત વિભાગના સંયુકત ઉ૫ક્રમે રેડ પાડવામાં આવી હતી. જેમાં લારી ગલ્લા ઉ૫ર સૂચક બોર્ડ મૂકેલા ન હોય તેવા લારી ગલ્લાવાળાને દંડ કરવામાં આવ્યો હતો. જેમાં COTPA-૨૦૦૩ અંતગર્ત વિવિઘ કલમ હેઠળ 8 કેસ કરાયા હતા. આમ સમ્રગ રેડ દરમીયાનનો દંડ સ્થળ ઉપર વસૂલ કરવામાં આવ્યો હતો. આ રેડની કામગીરી ખાંધલી હેરંજના શાળા, બસ સ્ટેશન આજુબાજુનો વિસ્તારમાં કરવામાં આવી હતી. આમ આગામી દિવસોમાં પણ માન કલેકટર-નડીઆદના આદેશ મુજબ જનજાગૃતી માટે રેડ કરવામાં આવશે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ज़ी स्टूडियोज प्रस्तुत कर रहे है सुपरस्टार सुदीप और सुनील शेट्टी अभिनीत एक्शन ड्रामा फिल्म “पहलवान”.

ProudOfGujarat

ઝઘડીયાના ઉમલ્લા ખાતે બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતીની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

રાજપીપળા : નર્મદાના ધાનપુર ગામના પ્રજ્ઞાચક્ષુ જય પટેલ દ્વારા અંધજનો માટે જય ફાઉન્ડેશનનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!