Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિદ્યાવિહાર દ્વારા બધીર વિદ્યાવિહાર નડિયાદ ખાતે રાષ્ટ્રીય પ્રોજેક્ટો શુભારંભ

Share

જિલ્લા કલેકટર કે. એલ.બચાણીની મુખ્ય ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ રોટરી ક્લબ નડિયાદ સમાજસેવા અને સંશોધન ટ્રસ્ટ બધીર વિદ્યાવિહાર દ્વારા બધીર વિદ્યાવિહાર નડિયાદ ખાતે રાષ્ટ્રીય પ્રોજેક્ટો અંતર્ગત વોટર હાર્વેસ્ટિંગ ૮૦ કિલો વોટ સોલર પ્રોજેક્ટ વરાળીયુ બોઇલર અને ઇલેક્ટ્રિકલ ઉપકરણો થકી પૌષ્ટિક પોષણક્ષમ આહાર વનીકરણ યોજના હેઠળ વૃક્ષારોપણ રક્તદાન શિબિર નવજાત શિશુના સ્કેનિંગ ઓ. એ. ઈ. સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો.

આ કાર્યક્રમમાં વિભિન્ન જાતના ૭૫૦ છોડની રોપણી કરવામાં આવી અને ૫૦ જેટલા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું. તથા સંસ્થામાં સહયોગ આપતા લોકોનું અને સંસ્થામાંથી ભણેલા અને આજે ઉચ્ચ અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કે.એલ. બચાણીએ વોટર હાર્વેસ્ટિંગ અને ગ્રીન એનર્જી સંબધિત પ્રોજેક્ટનું મહત્વ સમજાવતા જણાવ્યું આ પ્રકલ્પોથી પર્યાવરણનું જતન અને સમાજસેવાની કામગીરી માટે અન્ય લોકોને પણ પ્રેરણા મળશે.સંસ્થા ઉપપ્રમુખ જયંતભાઈ કોટડીયા એ રાષ્ટ્રીય પ્રોજેક્ટ શરૂ કરતાં સંસ્થાને થતા ફાયદા અન્વયે જણાવવામાં આવ્યું કે રાષ્ટ્રીય પ્રોજેક્ટ અંતર્ગત ૮૦ કિલો વોટ સોલાર પ્રકલ્પથી વાર્ષિક ૯૦ હજાર યુનિટની વીજળી પેદા કરી શકાશે જેમાંથી વિદ્યાવિહાર સંસ્થાનો વીજળી ખર્ચ અને ગેસ બિલમાં બચત વોટર હાર્વેસ્ટિંગ દ્વારા ત્રણ લાખ લીટર પાણી ભૂગર્ભમાં રિચાર્જ, વરાળ યુક્ત બોઇલર અને ઇલેક્ટ્રિકલ ઉપકરણો થકી ફુલ્લી ઓટોમેટીક ઇલેક્ટ્રિકલ કિચન દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર અને વૃક્ષારોપણ દ્વારા આગામી સમયમાં નાનું એવું વન ઊભું કરવામાં આવશે. તથા નવજાત શિશુના હિયરીંગ સ્કેનિંગ ઓકુસ્ટિક સેન્ટરથી સાંભળવા સંબધી મુશ્કેલીઓનું નિવારણ કરવામાં મદદરૂપ થશે.આ પ્રસંગેે સંતરામ મંદિરના સંત શ્રી મોરારીદાસજી મહારાજ અમુલ ડેરી ચેરમેન  વિપુલભાઈ પટેલે ઉદબોધન કર્યા હતા. બધીર વિદ્યાવિહાર પ્રમુખ ડો. જે.સી .પટેલ સંસ્થા ઉપપ્રમુખ ડો. સમીરભાઈ, સભ્ય જયંતીભાઈ દેસાઈ, બેંક અને આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓ બધીર વિદ્યાલયના વિદ્યાર્થીઓ શિક્ષકો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ સંસ્થામાંથી અભ્યાસ કરીને અન્ય સામાન્ય વિદ્યાર્થીઓની જોડે વધુ ઉચ્ચ અભ્યાસ કરી આઇટી થયેલ વડનગર ના મુક બધીર વિદ્યાર્થી ચિંતન સુથાર તથા તેના પરિવાર નું વિશેષ  સન્માન કરી સમાજમાં ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વલસાડ જીલ્લા ટ્રાફિક પીએસઆઈ અને લોક ચાહના સાથે પોતાની ઈમાનદારી પૂર્વક ફરજ નિભાવતા પીએસઆઈ જે.આઈ.પરમાર જાણૌ વધુ

ProudOfGujarat

ધોરણ 7 ભણેલા સુરતી એન્જિનિયર્સે 250 બાઇક મોડિફાઇડ કરી

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીમાં માછલી પકડવા ગયેલા રાજપારડીનાં યુવાનને મગર ખેંચી જતા તેની લાશ ત્રીજા દિવસે ઝઘડીયા પાસેથી મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!