Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ચકલાસીમા ગેરકાયદેસર રીતે પોષડોડાનુ વેચાણ કરતો ઇસમ ઝડપાયો

Share

નડીયાદ એસ.ઓ.જી ઇન્સ્પેક્ટર ડી.એન.ચુડાસમા ને માહિતી મળેલ કે, ચકલાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા છત્રસિંહ બુધાભાઇ વાઘેલા રહે. રાઘુપુરા, દેસાઇ સ્ટ્રીટ, ચકલાસી તા.નડીયાદ  પોતાના માલિકીના ઘરમા ગેરકાયેદસર રીતે પોષડોડા રાખે છે અને ગેરકાયદેસર રીતે ખાનગીમાં વેચાણ કરે છે. જે માહિતી આધારે  જગ્યાએ એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા આરોપીના રહેણાંક મકાનમાંથી એક સફેદ કલરની મીણીયાની મોટી કોથળી જેમાં પોષડોડાના છાલાનો જથ્થો મળી આવેલ જેનું વજન ૧૪.૭૯૦ કિલોગ્રામ જેની કિં.રૂ. ૪૪ હજાર ૩૭૦ તથા આરોપીની અંગઝડતી માંથી મળી આવેલ એક  મોબાઇલ  કુલ મળી  કિં.રૂ. ૪૪ હજાર ૮૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી છત્રસિંહ બુધાભાઇ વાઘેલા રહે. રાઘુપુરા, દેસાઇ સ્ટ્રીટ, ચકલાસી તા.નડીયાદ જી.ખેડા વોન્ટેડ આરોપી મુદ્દામાલ આપી જનાર એક અજાણ્યો ઇસમ જેનું નામ-ઠામ જણાઇ આવેલ નથી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

તાપી જિલ્લાના વ્યારા ખાતે માતા સાવિત્રીબાઇ ફૂલે સ્માર્ટ આંગણવાડી ખાતે ત્રણ વર્ષ સુધીના નાના ભૂલકાઓનાં પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ

ProudOfGujarat

અંકલેશ્વરમાં હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર બે યુવાનોના મોત, નિલેશ ચોકડી વિસ્તારમાં બની ઘટના, અજાણ્યો વાહન ચાલક થયો ફરાર.

ProudOfGujarat

ભરૂચ કલેકટરે પંડિત ઓમકારનાથ હોલ ખાતેના ‘રસીકરણ કેમ્પ’ ની મુલાકાત લઈ રસીકરણ ઝૂંબેશનો લાભ લેવા કરી અપીલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!