Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : માતર તાલુકાના શેખપુરની શાળામાં સ્લેબનો પોપડો પડતા અભ્યાસ કરતા ત્રણ જેટલા બાળકો ઇજાગ્રસ્ત થયા

Share

માતર તાલુકાના શેખપુરની શાળામાં અભ્યાસ કરતા બાળકો પર સ્લેબનો પોપડો પડતા ત્રણ જેટલા બાળકો ઇજાગ્રસ્ત થયા હતા ત્રણે બાળકોને  સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા આવ્યા છે. શાળાની બીસ્માર હાલત બાબતે અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ જાતનું ધ્યાન ના અપાતા આ ઘટના બની હોવાનું વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. માતર તાલુકાના શેખપુરમાં આવેલી પ્રાથમિક શાળામાં આજે અભ્યાસ
કરતા બાળકોના માથે જર્જરિત શાળાના સ્લેબનો પોપડો પડ્યો હતો જેના કારણે વિદ્યાર્થીઓમા નાસભાગ મચી ગઇ હતી જ્યારે ત્રણ જેટલા નાના
બાળકોને ઈજા થઈ હતી.

શાળાના શિક્ષકોએ તાત્કાલિક ત્રણ બાળકોને સારવાર અર્થે હોસ્પીટલમાં લઈ ગયા હતા. જેમાં એક બાળકને માથાના ભાગે ઇજાઓ થઇ હતી. આ બનાવને લઈ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓના જણાવ્યા અનુસાર શાળાની બીસ્માર હાલત બાબતે ધણી વખત લેખીત અને મૌખીક રજૂઆત કરવામાં આવી હોવાછતાં તંત્ર દ્વારા તેની મરામત કરવામાં આવી નથી જેના કારણે આ દુર્ઘટના ઘટી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ તાલુકાના કોલીયાદ ગામમાં ભારે વરસાદને પગલે વરસાદી પાણી ભાગોળ સુધી પ્રવેશતા ગ્રામજનો હાલાકીમાં મુકાયા.

ProudOfGujarat

હીરોપંતી અભિનેતા નવનીત મલિક તેના નવા શો સ્વરાજમાં સ્વતંત્રતા સેનાનીની ભજવે છે ભૂમિકા.

ProudOfGujarat

પોલીસ કોન્સટેબલ બન્યો બુટલેગર: કોરોનાકાળમાં દમણથી દારૂની ટ્રીપ મારતા ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!