Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદામાં કોરોના જેવી મહામારી વચ્ચે પણ ઝોલા છાપ તબીબ પ્રેક્ટિસ કરતો ઝડપાયો : દેડીયાપાડા પોલિસે અટક કરી.

Share

નર્મદા જિલ્લાના દેડીયાપાડા મોઝદારોડ, હાટ બજાર ચોકડી પાસે ફોરેસ્ટ ક્વાર્ટર સામે વગર ડીગ્રીએ એલોપેથીક દવાખાનું ખોલી પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ આરોગ્ય વિભાગના સકંજામાં આવતા તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર મોઝદારોડ પર સીમુલ કાશીકાંત બીશ્વાસ નામનો (મૂળ,પશ્ચિમ બંગાળ)નો બોગસ ડોક્ટર કે જેની પાસે ગુજરાત મેડીકલ કાઉન્સીલ અમદાવાદનું એલોપેથીક મેડીકલ પ્રેકટીસનું પ્રમાણ પત્ર ન રાખી એલોપેથીક પ્રેકટીસ કરી એલોપેથીકની દવા,ઇન્જેકશન બોટલો તથા સર્જનના સામાન તથા એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી રાખી એલોપેથીકની પ્રેકટીસ કરી પોતે ડોક્ટર ન હોવા છતા ગેરકાયદેસર રીતે મેડીકલ પ્રેક્ટીસ કરતો રેઇડ દરમ્યાન મળી આવતા આરોગ્ય વિભાગના ડો.જીનલ પટેલે તેની વિરુદ્ધ ફરિયાદ કરતા દેડીયાપાડા પોલીસે આ ઝોલા છાપને ઝડપી લઈ ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર એક્ટ -૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

રિપોર્ટર , આરીફ જી કુરેશી રાજપીપળા

Advertisement

Share

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૨ માં જન્મદિન નિમિત્તે ભરૂચ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ.

ProudOfGujarat

2017 में पूरी हुई सलमान की ३०० करोड़ की हैट्रिक

ProudOfGujarat

લીંબડી ખાતે કમિશ્નરશ્રી અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્રારા અને જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા સંચાલિત શ્રી સર.જે.હાઈસ્કુલ ખાતે તાલુકાકક્ષાનો કલાકુભં 2025 મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!