Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા 181 મહિલા હેલ્પલાઈને ઘર ભૂલેલી વૃદ્ધને પરિવાર પાસે પહોંચાડી.

Share

 
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):નર્મદાના કુંવરપુરા પેટ્રોલ પંપ પાસે રાત્રીના સમયે એક વૃદ્ધ મહિલા ચિંતાતુર હાલતમાં બેઠેલી હતી.દરમિયાન સ્થનિકોએ એ વૃદ્ધાને સાથે વાર્તાલાપ કરતા વૃદ્ધ ઘર ભૂલેલી હોવાનું સ્થાનિકોને જણાઈ આવ્યું હતું.ત્યારે સ્થનિકોએ આ મામલે 181 મહિલા અભયમ હેલ્પલાઈનની ટીમનો સંપર્ક સાધ્યો હતો.181 મહિલા અભયમ હેલ્પલાઈનની ટીમના કાઉન્સિલર શેતલ ચૌધરી,કોન્સ્ટેબલ રિના વસાવાએ ત્યાં પહોંચી વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરતા વૃદ્ધાએ પોતાના ઘરનું સરનામુ જણાવ્યુ હતું.બાદ એ ભૂખી વૃદ્ધાને જમાડી પરિવારજનોને સોંપણી કરતા પરિવારજનોએ પણ 181 મહિલા અભયમ હેલ્પલાઈન ટીમનો આભાર માન્યો હતો.

Advertisement

Share

Related posts

રાજપીપળા : કોરોનાથી સાજા થયેલ નર્મદાના 187 પોલીસ કર્મીઓ અને અધિકારીઓને મલ્ટીવિટામિન ટેબ્લેટ દવાઓનું વિતરણ.

ProudOfGujarat

ગોધરા પાસે ગાડી બગડતા અટવાઈ ગયેલ રાજસ્થાનનાં ત્રણ યુવાઓની વ્હારે જિલ્લા વહીવટીતંત્ર આવ્યું.

ProudOfGujarat

ઝઘડીયા : સારસા ગ્રામ પંચાયત દ્વારા કોરોના મહામારી અંતર્ગત નિયમો જાળવવા નાગરીકોને અપીલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!