Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : કોરોનાથી સાજા થયેલ નર્મદાના 187 પોલીસ કર્મીઓ અને અધિકારીઓને મલ્ટીવિટામિન ટેબ્લેટ દવાઓનું વિતરણ.

Share

સમગ્ર વિશ્વમાં હાલ કોરોના વૈશ્વિક મહામારી બની ચુકી છે ત્યારે પોલીસની સેવા સૌથી અદભુત રહી છે તેવા સમયે કોરોના કમાન્ડર સમી ફરજમાં પોલીસ પરિવારને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે રેન્જ આઈજીપી હરિકૃષ્ણ પટેલે કરેલ સુચન અન્વયે અને ઇ.ચા. જિલ્લા પોલીસ વડાશ્રી ધર્મેદ્ર શર્માનાં માર્ગદર્શનમાં નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર અને નાયબ પોલીસ અધિક્ષક ચેતના એન. ચૌધરીની આગેવાનીમાં નર્મદા પોલીસનાં કોરોનાથી સાજા થયેલ ૧૮૭ પોલીસ કર્મીઓ અને અધિકારીઓને મલ્ટીવિટામિન ટેબ્લેટ સહિતની દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સુરક્ષા સેતુ સોસાયટી,નર્મદા પોલીસ તેમજ વિજય મેટરનીટી એન્ડ સર્જિકલ હોસ્પિટલ તથા રાજપીપલા અને સમાજ સેવા ટ્રસ્ટ રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે પોલીસ અધિક્ષક નર્મદાની કચેરી ખાતે કોરોના મહામારી દરમિયાન સંક્રમિત થઈ સાજા થયેલ ફ્રન્ટલાઈન વર્કર એવા પોલીસ કર્મચારીઓને મલ્ટી વિટામીન + ઝીંક તેમજ ફોલિક એસિડની ટેબ્લેટનું વિતરણ કરવામાં આવેલ જે કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર ચેતના એન. ચૌધરી,પોલીસ ઇન્સ્પેક્ટર વી આર વસાવા તેમજ સમાજ સેવા ટ્રસ્ટ રાજપીપળાના સદસ્યો સહીત ૧૦ પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, Covid -19 મહામારીમાં નર્મદા પોલીસનાં ૧૮૭ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ પોતાની કોરોના વોરિયર તરીકેની ફરજ બજાવતા સંક્રમિત થયા હતા,જે તમામને સમાજ સેવા ટ્રસ્ટ અને વિજય મેટરનીટી અને સર્જીકલ હોસ્પિટલ દ્વારા “પોલીસ અમારો મિત્ર- એજ અમારો
હેતુ”નાં સૂત્રને ચરિતાર્થ કરતા દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત ટ્રસ્ટીઓએ નર્મદા પોલીસ પરિવાર કોરોનાથી સુરક્ષિત રહે તે માટે પ્રાર્થના કરી હતી.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વાઘોડિયા: માનવ હાડકાઓ પરથી દાખલ થયેલ આકસ્મિક મોતનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા વડોદરા ગ્રામ્ય પોલીસ….

ProudOfGujarat

વડોદરાના હરણી એરપોર્ટ ખાતે કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા ન્યાયમૂર્તિઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું.

ProudOfGujarat

રાજકોટનાં પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે “નિર્ણય શક્તિ દ્વારા સફળ જીવન અને સુખની ચાવી” વિષય પર સેમીનાર યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!