Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વાગડિયા ગામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગ ઉપરથી દબાણ હટાવવાની કામગીરી કરી હતી.

Share

આજે સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓ પોલીસ કાફલા સાથે આવ્યા હતા. સ્થાનિકો સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા અને મામલો ગરમાયો હતો, દબાણ હટાવવા માટે નર્મદા જિલ્લા કલેકટરનો કાફલો પણ કામગીરીમાં સ્થળ પર હાજર હતો.

તે જ સમયે સ્ટેચ્યુના એક ઉચ્ચ અધિકારી અને અન્ય એક અધિકારી વચ્ચે સમય બાબતે સહેજ ચકમક પણ થઈ હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતની મુલાકાતે આવનાર છે તો આ દબાણ હટાવાની કામગીરી ડોનાલ્ડ ટ્રમ્પની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત સંદર્ભે તંત્રની તૈયારીઓ હોઈ શકે જે બાબતે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ આ બાબતે હજુ સરકારી સત્તાવાર કોઈ જાહેરાત કરાઈ નથી પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ગુજરાત આવે અને વિશ્વની આઠમી અજાયબી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયા વિના જાય એ વાત કોઈના ગળે ઉતરતી નથી.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર..

ProudOfGujarat

શહેરમાં પ્લાસ્ટીક ડ્રાઈવ :૧૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત

ProudOfGujarat

હેલાંગમાં પર્વત પર ભૂસ્ખલન થતાં બદ્રીનાથ યાત્રા અટકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!