Proud of Gujarat
INDIAFeaturedGujarat

નેત્રંગ : ચાસવડ ડેરીનાં કર્મચારીને માગૅ અકસ્માત થવાથી ગંભીર ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડાયા.

Share

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાભરની પ્રજાની જીવાદોરી સમાન ચાસવડ ડેરીનાં પ્લાન્ટ વિભાગનાં કમૅચારી પ્રફુલ્લભાઈ વલ્લભભાઈ પટેલ (રહે.કેલ્વીકુવા) સહિત અન્ય એક કમૅચારીને પ્લાન્ટ મેનેજરેે જનરેટરમાં ઓઇલ ખતમ થવાથી તાત્કાલિક નેત્રંગનાં બજારમાં જઇને ઓઇલ લાવા માટે કહેતા ચાસવડ દુધ ડેરીની હોન્ડા કંપનીની ડ્રીમ સનયો મોટર સાયકલ નં. જીજે ૧૬ બીજે ૪૫૨૭ લઈને  નેત્રંગ ઓઇલ લાવવા માટે નિકળ્યા હતા,જે દરમ્યાન નેત્રંગ સ્વામીનારાયણ મંદિર પાસે અચાનક મોટરસાઈકલ આગળ શ્વાન આવતા મોટરસાઈકલ ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા મોટરસાઈકલ રોડ ઉપર સ્લીપ ખાતા બંને મોટરસાઈકલ સવાર જમીન ઉપર ધસી પડ્યા હતા,જેમાં પ્રફુલ્લભાઈ વલ્લભભાઈ પટેલને હાથ-પગ અન માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી,અને મોટરસાઈકલ ચાલકને પણ ઇજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળ ઉપર રાહદારીઓ ભેગા થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અથૅ લઇ જવામાં આવ્યા હતા, પરંતુ પ્રફુલ્લભાઈ પટેલની ગંભીર ઇજાઓના ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલમાં સારવાર અથૅ ખસેડવામાં આવ્યા હતા,ત્યાં આગળની સારવાર ચાલી રહી છે. અકસ્માતનાં બનાવના પગલે ઘટનાસ્થળ ઉપર લોકટોળાં ઉમટી પડ્યા હતા,નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement

Share

Related posts

પોરબંદર : રાણાવાવ પાસે પાવ ગામની સીમમાં દીપડાએ વાછરડાનું કર્યું મારણ.

ProudOfGujarat

ભરૂચ : દહેજની કોરોમંડલ કંપની દ્વારા લખીગામનાં સ્થાનિકોને નોકરી ન અપાતી હોવાના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ ખાતે યંગ ઇન્ડિયા રન (મેરેથોન દોડ )નું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!