Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલેજ ખાતે આવેલ કેબસન ઈન્ડસ્ટ્રીઝ ગેરકાયદેસર ગેસ સીલીન્ડરો ભરાતા હોવાની જણાતા ખળભળાટ.. બહુ મોટો ભ્રષ્ટાચાર લોકોના જીવ પર ખેલાતો હોવાની ઘટના…

Share

પાલેજ પોલીસે કેવાતા રાજકીય દબાળના વસ થઈ માત્ર અરજી લઈ સંતોષ માન્યો…

ભરૂચ તાલુકાના અને રાષ્ટ્રીય ધોરી માર્ગ પર પાલેજ ખાતે આવેલ કેબસન ઈન્ડસ્ટ્રીઝના પ્લાન્ટમાં ગેરકાયદેસર રીતે લોકોના જીવના જોખમે  ગેસ સીલીન્ડર ભરાતા હોવાની વીગતો સપાટી પર આવેલ છે નવાઈ ની બાબત એ છે કે આ બાબતે પાલેજ પોલીસને પુરાવા સાથેની માહિતિ આપવા છતા કેવાતા રાજકીય દબાણ ના પગલે હજી પોલીસ ફરિયાદ નોંધાય નથી આખરે એજીસ લોજીસ્ટ્રીક લી. ના ચીફ મેનેજર વિપુલ ઠક્કરે ડી.જી.પી  ગાંધીનગરને પત્ર પાઠવેલ છે. જેમા જણાવ્યા પ્રમાણે એજીસ કંપની ( એલ.જી.પી ) પ્રા.લી ના ગેસ સીલીન્ડર ગેરકાયદેસર રીતે પાલેજ ખાતે આવેલ કેબસન ઈન્ડસ્ટ્રીઝ ના પ્લાન્ટમાં ભરાઈ છે જેથી આ ગેરકાયદેસર રીતે અને લોકોના જીવના જોખમે ભરતા સીલીન્ડર કૌભાડ અંગે પાલેજ પોલીસને જાણ કરી એટલુજ નહિ પરંતુ પોલીસને સાથે રાખી કેબસન ઈન્ડસ્ટ્રીઝના પ્લાન્ટ પર જઈ જોતા એજીસ પ્યોરગેસ, ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમના ગેસ સીલીન્ડર અને અધિકૃત રીતે, ગેરકાયદેસર ગેસ ભરતા જણાયા હતા. પોલીસ તંત્રના જણાવ્યા પ્રમાણે આ બાબતની વીડિયો ગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી હતી અને પોલીસના કેહવા પ્રમાણે ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ કંપનીના ઓફીસરોને પણ બોલાવ્યા હતા તેમજ પાલેજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.એસ.આઈ જે.જે.પટેલ ને પણ જણાવેલુ હતુ અને તેમના કેહવા પ્રમાણેજ તા. ૩૦/૯/૧૮ ના રોજ લેખીતમાં અરજી આપી હતી તેવીજ રીતે સરકારી કંપની એવી ઈન્ડિયન ઓઇલ કંપની એ પણ લેખીતમા અરજી આપી  હતી ત્યાર બાદ બીજા દિવસે તા. ૧/૧૦/૧૮ ના રોજ પી.ઈ.એસ.ઓ  પેટ્રોલિયમ એક્સપ્લોઝીવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન ડિપાર્ટમેન્ટ પણ લેખીતમાં જાણ કરી હતી. સાથે કલેક્ટર ઓફીસના પુરવઠા ખાતાને લેખીતમાં જાણ કરી હતી.જેથી બંન્ને ખાતાના અધિકારીઓ કેબસન ઈન્ડ્ર્સટ્રીઝ સ્થળ પર આવી ફરીયાદીને સાથે રાખી તપાસ અર્થે આવેલ તે દરમ્યાન પુરવાથા મામલતદાર ઉપર એસ.પી સાહેબ નો ફોન ( પોલીસ ખાતાના અધિકારી ) આવેલ અને તપાસ રોકવાનુ કહેલ પરંતુ પત્રમાં જણાવ્યા અનુસાર ફરીયાદીના આગ્રહના કારણે પુરવઠા અધિકારીએ કેબસન ઈન્ડસ્ટ્રીઝના પ્લાન્ટમાં કઈ કઈ કંપનીના સીલીન્ડર પડેલા છે અને કઈ સ્થિતીમાં છે તેની નોંધણી કરી પ્લાન્ટ મેનેજરની સહિ કરાવી હતી. પરંતુ બીજે દિવસે કંપનીમાં સિલિન્ડર ગુમ કરી દેવાયા હતા. હાલ કેબસન કંપની વડોદરામાં રેહતા અને રિટાયર્ડ મામલતદાર અને તેમના દિકરા દ્વારા કંપની ચલાવાતી હોવાનુ જાણવા મળેલ છે જેથી બની સકે છે કે રાજકીય વગ વાપરી ભિનુ સંકેલાયુ હોઈ કયા કારણોસર પાલેજ પોલીસે હજી પણ એફ.આઈ.આર નોંધી નથી. તે અંગે તપાસ થવી જરૂરી  હતી. ફરીયાદી નુ માનવુ છે કે કેબસન ઈન્ડ્રસ્ટ્રીઝ ના માલિકો રાજકીય વર્ગ ધરાવતા હોય અને ખુબ મોટી ઓળખાણ ના કારણે સ્થળ પર નોંધાયેલ ગેરકાયદેસર પ્રવૃતિના ગાયબ કરેલ હોય અને અમારી પાસે પુરતા પુરાવા હોવા છતા પોલીસ અધિકારિઓ અમારી ફરીયાદ પર આગળ  તપાસ કરતા  નથી નો આક્ષેપ ડી.જી.પી ગુજરાત ને લખેલ પત્રમા કરયો હતો.

Advertisement

Share

Related posts

પ્રાથમિક શાળા કૌંઢમાં ૧૫ મી ઓગષ્ટે બૂટ-મોજા તથા ગણવેશનું વિતરણ કરાયું.

ProudOfGujarat

માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની અરજીનો કર્યો સ્વીકાર, 21 મી જુલાઇએ થશે સુનાવણી

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં ધીમેધીમે વધી રહેલા કોરોના સંક્રમણથી જનતા ચિંતિત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!