Proud of Gujarat
FeaturedGujaratINDIA

માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની અરજીનો કર્યો સ્વીકાર, 21 મી જુલાઇએ થશે સુનાવણી

Share

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘મોદી સરનેમ’ સાથે સંકળાયેલા ગુનાહિત માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. કોંગ્રેસ વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ મામલે તાત્કાલિક સુનાવણીની માંગણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવા સંમતિ આપી છે. આ મામલે 21 જુલાઈએ સુનાવણી થશે. આ અરજી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી દ્વારા દાખલ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે 7 જુલાઈના રોજ આ કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યો હતો. આ મામલામાં નીચલી કોર્ટના નિર્ણય બાદ રાહુલ ગાંધીની સંસદ સભ્યતા રદ્દ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : દહેજ ઓ.એન.જી.સી. નાં આસિસ્ટન્ટ મેનેજરને પી.એચ.ડી. ની પદવી એનાયત કરાઇ.

ProudOfGujarat

ભરૂચ સ્ટેશન પાસે યુવક કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

સુરત: નેપાળી 11 વર્ષની બાળકી મોબાઈલ પર વીડિયો બનાવતા લાગ્યો ગળે ફાસો: પોલીસ તપાસ શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!