Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ એસ.કે નગરમાંથી ૩૭૫૦૦ નો ડમણિયો દારૂ ઝડપાયો.

Share

પાલેજ પોલીસને મળેલી બાતમીના આધારે ચાંપતી નજર રાખતા પાલેજ એસ.કે નગર માં વિદેશી દારૂની હેરાફેરી કરતો એક ઇસમને ૩૭૫૦૦ ના દેશી દારૂ સાથે ઝડપવામાં પાલેજ પોલીસને સફળતા સાંપડી હતી.ગુરૂવારના રોજ પાલેજ પોલીસ દ્વારા પાલેજના સોસાયટી વિસ્તારમાં બાતમીના આધારે ચાંપતી નજર રાખી હતી એવામાં એસ.કે નગર માં ધર્મેશ ઉર્ફે ધમો જીવણ ભાઈ માછીનાં મકાનની દીવાલની બહારનાં ભાગે પતરાની આડમાં સફેદ કલરનાં મીણયા ઠેલાંમાં મૂકેલાં જ્યાં પોલીસે રેડ કરતા ભારતીય બનાવટ નો પરપ્રાંતીય વિદેશી દારૂના કોટરીયા પ્લાસ્ટિકના પાઉચ નંગ ૩૭૫ જેની કિંમત ૩૭૫૦૦ ની કિંમતનો મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. જે અંગે ધર્મેશ ઉર્ફે ધમો માછી ની સામે પાલેજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.પાલેજ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં દીકરીના જન્મદિવસ નિમિત્તે દાતાશ્રી દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામેથી કત્લના ઇરાદે લઈ જવાતી ચાર ભેંસો ઝડપાઈ. બે આરોપીને ઝડપી પાડ્યા, બેને વોન્ટેડ જાહેર કરાયા.ભેંસોઅને પીકઅપ સહીત 3,30,000 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો.

ProudOfGujarat

ઝઘડીયા ખાતે ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં જન્મદિનની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!