Proud of Gujarat
FeaturedGujaratINDIA

શહેરા: લાભી ગામે જાણીતા ગાયક પી.પી.બારીયાએ ટીમલી-ગરબાની રમઝટ બોલાવી

Share

પંચમહાલ, રાજુ સોલંકી

પંચમહાલ જીલ્લામાં નવરાત્રી મહોત્સવ જ્યારે અંતિમ ચરણમાં છે.ત્યારે શહેરા નગર સહિત ગ્રામીણ વિસ્તારોમાં પણ રાશ-ગરબાની રમઝટ જામે છે. શહેરા તાલૂકાના લાભી ગામે ૮ નોરતે ટીમલીગીતોના જાણીતા ગાયક પી.પી.બારીયા અને ગાયિકા ચાંદની પરમારે ખેલૈયાઓને સૂરીલા અવાજે ડોલાવ્યા હતા.સાથે સાથે ટીમલી અને ગફુલી ગીતોની રમઝટ નાસીર મ્યૂઝિકના સંગેબોલાવી હતી.
પી.પી.બારીયા પંચમહાલના જાણીતા ગાયક છે.આસપાસના ગ્રામ્યવિસ્તારમાંથી પણ લાભી ગામે ગાયત્રી મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. પાછલા ત્રણ વરસથી અહી ગામના યુવાનો દ્રારા બનાવામા આવેલા બહૂચરાજી યુવક મંડળ દ્રારા નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામા આવે છે.અને જાણીતા ગાયકોને પણ બોલાવામા આવે છે.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલનાં કર્મીઓની કોવિડ ૧૯ અંતર્ગત ટ્રેનિંગ યોજાઈ હતી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ખાતે નવા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઈ લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

વાલિયાના વટારીયા ખાતે આવેલ એસ.આર.રોટરી શ્રોફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ખાતે આજરોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!