Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં કોવિડ-૧૯ કામગીરીની સમીક્ષા અર્થે વાહન વ્યવહાર કમિશનર શ્રી રાજેશ માંજુની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ.

Share

પંચમહાલ જિલ્લામાં કલેકટર કચેરી, ગોધરા ખાતે વાહનવ્યવહાર કમિશનરશ્રી રાજેશ માંજુની અધ્યક્ષતામાં કોવિડ-૧૯ સ્થિતિ અને કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ સંક્રમણને લગતી કામગીરીની તલસ્પર્શી વિગતો મેળવતા શ્રી માંજુએ અનલોક તબક્કા હેઠળ સામાન્ય જનજીવન શરૂ થયું છે ત્યારે સરકાર દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન જ જીલ્લામાં કોરોના કેસોમાં ભયજનક વધારો થતો અટકાવી શકશે જેથી માસ્ક, સોશિયલ ડિસ્ટનસિંગ સહિતના સરકારના આદેશનું કડક પાલન કરાવવા પર કમિશ્નરશ્રીએ ભાર મુક્યો હતો. તેમણે પાર્ટીસિપેટરી કોવિડ મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત કરાતા ટ્રેકિંગ અને ફોલોઅપ, એક્ટિવ સર્વેલન્સ, ઉકાળા વિતરણ અને ધન્વંતરિ રથની કામગીરીની વિગતો મેળવતા કોરોના સંક્રમણ સામે સૌથી અસરકારક પરિબળ એવી રોગપ્રતિકારક શક્તિને સશક્ત કરવાની વ્યૂહરચના અંતર્ગત જિલ્લામાં આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથીક દવા આરસેનિક આલ્બ-૩૦ના વિતરણની કામગીરીમાં કોઈ કચાશ ન રહે તે સુનિશ્ચિત કરવા તેમણે જણાવ્યું હતું. સક્રીય કેસોની સંખ્યા વિશે માહિતી મેળવતા કેસો વધવાની સ્થિતિમાં આઈ.સી.યુ બેડ સહિતની સુવિધાઓમાં કેટલા સમયમાં વધારો કરી શકાય તે અંગે ચર્ચા કરી હતી. તેમ જ જરૂર પડ્યે નર્સિંગ સ્ટાફ સહિતના સપોર્ટ સ્ટાફમાં ઉપયોગમાં લઇ શકાય તેવા ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓ સહિતનાને આઈ-ગોટ સહિતની જરૂરી તાલીમ આપવાની તૈયારી કરવા સૂચના આપી હતી. જિલ્લામાં કેસો વધે ત્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સંબંધીઓને જરૂરી માહિતી સમયસર મળી રહે તે માટે હેલ્પડેસ્ક સહિતની ચોક્કસ વ્યવસ્થાનું આયોજન ઘડી કાઢવા કમિશનરશ્રીએ જણાવ્યું હતું. ડૉક્ટર અને મેડિકલ સ્ટાફની સંખ્યામાં ટૂંકા ગાળામાં મોટો વધારો મુશ્કેલ વિકલ્પ છે ત્યારે સંક્રમણને મર્યાદિત રાખવાની વ્યૂહરચના જ કારગત નીવડે તેમ છે તેમ જણાવતા શ્રી માજુંએ ત્યારે બચાવના ઉપાયોના પાલન સાથે સંક્રમણના કેસોને વહેલી તકે ટ્રેક કરી, અસરકારક સારવાર પુરી પાડી, સંપર્કમાં આવેલ વ્યક્તિઓ પર એક્ટિવ સર્વેલન્સ રાખીને જિલ્લામાં કોરોના સંક્રમણના વધારાને કાબુમાં રાખી શકાય છે તેમ જણાવતા તેમણે કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં સઘન સર્વે અને સર્વેલન્સ પર ભાર મુક્યો હતો. બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહ, પ્રોબેશનરી આઈ.એ.એસ.શ્રી રામ બુગલિયા, નિવાસી અધિક કલેકટરશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, જિલ્લા મુખ્ય તબીબી અધિકારીશ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

“अंधाधुन” के निर्माता ने नए पोस्टर के जरिये फ़िल्म की रिलीज तारीख की घोषित!

ProudOfGujarat

કરજણ તાલુકાના સારિંગની સીમમાં આવેલી હઝરત પરદેશી પીર બાવાની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર : શુભલક્ષ્મી સોસાયટીના મકાનમાંથી 4.33 લાખની ચોરી, માતાએ પુત્ર પર લગાવ્યો આરોપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!