Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : મોરવા હડફની પેટા ચૂંટણીમાં ૫૫૪૨ યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે.

Share

પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી તા. ૧૭-૪-૨૦૨૧ ને શનિવારના રોજ યોજનાર છે. મોરવા હડફ વિધાનસભા બેઠક પર ૧,૧૧,૪૩૫ પુરુષ, ૧,૦૭,૯૦૨ મહિલાઓ સહિત કુલ ૨,૧૯,૩૩૭ મતદારો નોંધાયા છે તે પૈકી ૧૫૨ સેવા મતદારો છે. રસપ્રદ વાત એ છે કે, આ બેઠક ઉપર ૫૫૪૨ મતદારો એવા છે કે જે સૌ પ્રથમવાર આ ચૂંટણીમાં તેમના મતદાનનો બંધારણીય અધિકારનો ઉપયોગ કરશે. એટલે કે, ૧૮ થી ૧૯ વય જૂથના આટલા મતદારો છે. આ બેઠક ઉપર ૨૦ થી ૨૯ વયના ૫૭૨૧૯, ૩૦ થી ૩૯ સુધીની વયના ૫૪૦૦૪, ૪૦ થી ૪૯ વય જૂથના ૩૭૮૪૧, ૫૦ થી ૫૯ વયમાં ૨૮૬૫૩, ૬૦ થી ૬૯ વયમાં ૨૦૨૮૮, ૭૦ થી ૭૯ વયમાં ૧૦૭૦૧, જ્યારે ૮૦ થી વધુની ઉંમર ધરાવતા ૪૯૩૭ મતદારોનો સમાવેશ થાય છે. સૌથી વધુ મતદારો ૨૦ થી ૨૯ વયજૂથના છે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તાએ જણાવ્યું છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકા વકીલ મંડળનાં હોદ્દેદારોની સર્વાનુમતે બિનહરીફ વરણી.

ProudOfGujarat

ભારે વરસાદના કારણે સુરત જિલ્લામાં ૨૮ જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા.

ProudOfGujarat

રાજપીપળા : કોરોના કાળમાં નર્મદાના દિવંગત થયેલા ત્રણ યુવા પત્રકારોને શ્રદ્ધાંજલિ પાઠવવા પ્રેસ ક્લબ નર્મદાએ સેવા દિવસ ઉજવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!