Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં નવા ત્રણ કોરોના કેસ સાથે કુલ આંક ૧૧૨ થયો.

Share

અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત ૧૨ દર્દીના મોત થયા છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આજે એક પતિ પત્ની સહિત વધુ ત્રણ નવા કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. જેમાં; (૧) શૈલેષભાઈ પ્રવિણભાઇ અટોદરીયા ઉ.વ ૪૨ રહે. શારદાકુંજ સોસાયટી ઝઘડિયા, (૨) પ્રિયંકાબેન શૈલેષભાઈ અટોદરીયા ઉ.વ ૩૫ શારદાકુંજ સોસાયટી ઝઘડિયા અને (૩) ભારતીબેન હિતેન્દ્રભાઇ વસાવાના કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. આ સાથે ઝઘડિયા તાલુકામાં કોરોના પોઝિટિવનો આંક દિવસે દિવસે ઉચો આવી રહયો છે, જે હાલમાં ૧૧૨ પર પહોંચ્યો છે.અત્યારસુધીમાં ૧૨ જેટલા કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે.આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત વિસ્તારોમાં કન્ટેન્મેન્ટ અને બફર ઝોનમાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી.અને કોરોના દર્દીઓના પરીવારોના સર્વે કરી પરિવારના સભ્યોને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકામાં કોરોના પોઝિટિવના કેસો વધતા ઝઘડિયા તાલુકામાં કોરોનાનુ સંક્રમણ ધીમે ધીમે વધી રહયુ છે. જેને લઇને જનતામાં ચિંતા ફેલાવા પામી છે.અત્રે નોંધનીય છેકે ઝઘડિયા તાલુકામાં બહારગામથી આવતા લોકોની આવન-જાવન વધુ રહે છે. વિવિધ કચેરીઓ તથા જીઆઇડીસી માં આવન જાવન કરતા લોકોના કારણે સ્થાનિક લોકો પણ સંક્રમિત થતા હોવાની વાતો જાણવા મળી છે.

ગુલામહુસેન ખત્રી:- રાજપરડી

Advertisement

Share

Related posts

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆતનું પરિણામ : એપ્રિલ માસમાં યોજવામાં આવનાર એકમ કસોટી અંતે રદ કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં રેમડીસીવીર ઇન્જેકશન મેળવવા અંગે કલેકટરે નાગરિકોને આપેલ સંદેશ…જાણો.

ProudOfGujarat

નર્મદા ચોકડી થી દહેજ સુધી મસમોટા શોપિંગ સેન્ટરો અને ફ્લેટોમાં ચકલું પણ ફરકતું નથી.જાણો કેમ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!