Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

નર્મદામાં અંદાજે રૂા.૩૦૩.૩૮ લાખના ખર્ચે ૬૮ જેટલી નવીન પાણી પુરવઠા યોજના મંજૂર

Share

 

 (વિશાલ મિસ્ત્રી રાજપીપળા)

Advertisement

નર્મદા જિલ્લાનાં ઘરોમાં નળ જોડાણની બાકી રહેલી પ ટકા કામગીરી પૂર્ણ કરવાની સાથે

હવે નર્મદા જિલ્લાના તમામ ઘરોમાં ૧૦૦ ટકા નળ જોડાણની સુવિધા ઉપલબ્ધ બનશે.

:નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાના અધ્યક્ષપદે  રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા જળ અને સ્વચછ્તા સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં અંદાજે રૂા.૩૦૩.૩૮ લાખના ખર્ચે કુલ- ૬૮ જેટલી પીવાના પાણીની નવીન પાણી પુરવઠા યોજના મંજૂર કરવામાં આવી છે.કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે સર્વાંગી વિકાસની દિશામાં કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીની જિલ્લામાં તાજેતરની બેઠકના દિશા-નિર્દેશો અને માર્ગદર્શન મુજબ આ મંજૂરીથી જિલ્લામાં હવે બાકી રહેલી ૫ ટકા જેટલી નળ જોડાણની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે જોવા અમલીકરણ અધિકારીઓને નિનામાએ ખાસ તાકીદ કરી છે.

વાસ્મોના યુનિટ મેનેજર એસ.જે. રાઠવા, જિલ્લા આયોજન અધિકારી આઇ.કે. પટણી, દક્ષિણ ગુજરાત વિજ કંપની લિ., ગુજરાત પાણી પુરવઠા બોર્ડ સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં આજદિન સુધી સેક્ટર રિફોર્મ / રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમ હેઠળ રૂા.૫૨૨૧.૫૦ લાખના ખર્ચે મંજૂર થયેલી ૫૮૭ યોજનાઓ પૈકી ૫૬૨ જેટલી યોજનાઓ પુર્ણ થયેલ છે.જ્યારે ૨૫ યોજનાની કામગીરી આગામી જૂન સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.સમગ્ર જિલ્લામાં હાલમાં ૯૫ ટકા ધરના નળ જોડાણની કામગીરીની સિધ્ધિ મેળવાઇ છે.ત્યારે મંજૂર થયેલી ઉક્ત ૬૮ યોજનાઓના કામ પૂર્ણ થયેથી સમગ્ર નર્મદા જિલ્લાના તમામ ઘરોમાં નળ જોડાણથી પીવાનું પાણી પહોંચાડવાની ૧૦૦ ટકા સુવિધા ઉપલબ્ધ થશે.

આ બેઠકમાં અંદાજે રૂા.૩૦૩.૩૮ લાખના ખર્ચે મંજૂર થયેલી ૬૮ જેટલી નવીન પાણી પુરવઠા યોજનાની વિગતો જોઇએ તો, નાંદોદ તાલુકાના આમલી,નાની ડાબેરી,ગાગર,મોટાઝુંડા,જીતનગર અને ભૂછાડ ગામો તથા ગરૂડેશ્વર તાલુકાના નઘાતપોર, સુલ્તાનપુરા, સોનારીયા (ભેખડીયા) સમારીયા, ઝેર, લીમખેતર, પાંચીયા, હરીપુરા, વણઝી,સોનગામ, સાજનપુરા, સાંધીયા, બીલથાણા અને કારેલી (કતરાફળિયુ) ગામો, જ્યારે દેડીયાપાડા તાલુકાના ઘનોર,ગાજરગોટા, ઘાંટોલી, જંબાર, કાબરીપઠાર, ખામ, કોલીવાડા(પણગામ), કુટીલપાડા, લાડવા, માંછીપાડા, મંડાળા, મોજરા,મોજરડી, મોસીટ, મુલ્કપાડા, નાના સુકાઆંબા, નવાગામ (પાનુડા), ઓલગામ, પીંગલપાડા, પોમલાપાડા, રોહડા, સાબુટી,સામરઘાટ, સેજપુર, સોલીયા,  સુકવાલ, તાપદા, ઉમરાણ,ઘનખેતર, ખેડી (ખેડીપાડા), કણબીપીઠા, ખોખરાઉમર,દંડાવાડી, ખાટમ (નિશાળ ફળીયુ), ખુરદી (ઉપલું ફળીયુ) અને પીપલકંકાલા ગામો તેમજ સાગબારા તાલુકાના ભાદોદ,બોડાવ, દુધલીવેર, જાવલી, કાકરપાડા, કુઇદા, મકરાણા, મોટા કાકડીઆંબા, નાલ, પાડી, ખદકુણી અને ટાકણી ગામોની નવીન પાણી પુરવઠા યોજનાની મંજૂરીનો સમાવેશ થાય છે.    


Share

Related posts

અંકલેશ્વર : સી.એમ. એકેડમી શાળામાં ફી મુદ્દે વાલીઓ અને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat

પ્રદેશ કિશાન સેલના વાઈસ ચેરમેન અને ભરૂચ જીલ્લા કિશાન સેલના ચેરમેનની નિમણૂકથી ભરૂચ જીલ્લાનાં ખેડુતો અને કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોમાં ખુશી અને ઉત્સાહની લહેર પ્રસરી ઉઠી.

ProudOfGujarat

શહેરાના અનિયાદ ચોકડી પાસે આવેલ ઢોલીવાસ ખાતે પોલીસ પર પથ્થરમારો કરનાર ૬ ની અટકાયત બીજા ૨૫ વિરૃધ્ધમાં ગુનો નોંધાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!