Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા ખાતે આંબેડકર ભવનની સામે આવેલ ગાંધીજીની પ્રતિમા પાસે સ્વચ્છતા અભિયાનના ઉડયા ધજાગરા.

Share

રાજપીપળા ખાતે આંબેડકર ભવનની સામે આવેલ ગાંધીજીની પ્રતિમા પાસે સ્વચ્છતા અભિયાનના રીતસરનાં ધજાગરા ઉડી રહ્યા છે. પ્રતિમાની આજુબાજુ ચારેબાજુ ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરા અને ઘાસનું સામ્રાજ્ય જોઈને ત્યાંથી પસાર થતાં લોકોમાં ખેદની લાગણી જોવા મળી રહી છે.

ચારેબાજુ ગાંધીજીની પ્રતિમા પણ ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા અને તેમણે દેશ અને દુનિયાને સ્વચ્છતાનો મંત્ર આપ્યો હતો. જાતે સફાઈ કરતા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ સ્વચ્છતા અભિયાનની અહાલેક જગાવી છે. ત્યારે ગાંધીજીની પ્રતિમા પાસે જ ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળે એ કેટલું ઉચિત કહેવાય? ગાંધીજીની પ્રતિમા પાસે જ્યારે રેલિંગની વચ્ચે આજુબાજુ ઝાડો ઉગી નીકળ્યા છે તેને કાપવાની કે દૂર કરવાની કોઈએ તસદી લીધી નથી એનું લોકોમાં આશ્ચર્ય થઈ રહ્યું છે. વચ્ચે ઘાસ પણ આડેધડ ઉગી નીકળ્યું છે. જેને કારણે પ્રતિમા સ્પષ્ટ દેખાતી પણ નથી. પ્રતિમા ઉપર પણ ધૂળનું સામ્રાજ્યપણ એટલું છવાયેલું છે કે પ્રતિમા ધૂંધળી દેખાય છે. ચારે બાજુ ઘાસ અને ઝાડવા ઉગેલા દેખાય છે. ગાંધીજીની પ્રતિમાની આ દુર્દશા જોઇને લોકો ખેદ અનુભવી રહ્યા છે તંત્ર પણ ગાંધીજીની પ્રતિમાની જાળવણી અને સ્વચ્છતા રાખવાનું વિસરી ગયુ હોય એમ લાગે છે. હજારો લોકો રોજ અહીંથી પસાર થતા હોય છે. ત્યારે ગાંધીજીની પ્રતિમાની આવી દુર્દશા જોઇને લોકો આશ્ચર્ય અનુભવી રહ્યા છે. તંત્ર પણ આ બાબતે નિષ્ક્રિય જણાઈ રહી છે. 9 મી ઓગસ્ટ રાજપીપળા ખાતે મુખ્યમંત્રી પધારવાના છે ત્યારે ગાંધીજીની પ્રતિમાની આવી દુર્દશાનો લોકો અનુભવ કરી રહ્યા છે. કાયમી ધોરણે ગાંધીજીની પ્રતિમાની સ્વચ્છતા જળવાય અને નિયમિત સાફ સફાઈ થાય અને ઝાડી ઝાંખરા ત્વરિત દૂર કરવામાં આવે. અને ત્યાં સારા ફૂલ ઝાડ લગાડવામાં આવે અને નિયમિત પાણીથી સિંચન કરવામાં આવે એવી લોકોની માંગ છે. હાલ 1 થી 9 તારીખ સુધી સરકારી કાર્યકમોની એટલી બધી ભરમાર છે અને 9 મી ઓગસ્ટ રાજપીપલામાં મુખ્યમંત્રી પધારવાનાં છે ત્યારે આવી પ્રતિમા મુખ્યમંત્રી જોશે તો કેવું લાગશે. કમસે કમ આબરૂ બચાવવા પણ તંત્ર સત્વરે પ્રતિમાની સફાઈ કરાવે તેવી લોકોની માંગ છે. ગાંધી પ્રેમીઓ અને સ્વછતા પ્રેમીઓની લાગણી દુભાઈ રહી છે.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

રાજપીપળા રાજેન્દ્ર નગર સોસાયટીમાં વરસાદી પાણીનાં નિકાલની સમસ્યા બાબતે આખરે સાંસદનાં પત્રનાં અખબારી અહેવાલ બાદ પાલીકાની ટીમો કામે લાગી હતી.

ProudOfGujarat

ભરૂચ દૂધધારા ડેરી ખાતે સતત પાંચમી વખત ચેરમેન તરીકે ઘનશ્યામભાઈ પટેલની નિયુક્તિ કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : ને.હા. 48 પર પાલેજનાં વરેડીયા નજીક અકસ્માતમાં બે વ્યક્તિઓનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!