Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ કામદારના હસ્તે બંદીવાનને તિનકા તિનકા એવોર્ડથી સન્માનિત કરાયા.

Share

જાણીને નવાઈ લાગશે કે ગુનેગારોને માત્ર સજા જ થાય એવુ નથી જેલમાં પણ સજા ભોગવતાં ગુનેગારો સારી કામગીરી કરે તો તેમને એવોર્ડ આપી સન્માનિત કરાય છે અને એવુ પણ બને છે કે જેને આજીવન કેદની સજાનો હુકમ જજ કરે છે એવા જ કોઈ જજ દ્વારા બંદીવાનનું એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે, હા એવુ જ કંઈક બન્યું છે રાજપીપલા જિલ્લા જેલના આજીવન કેદની સજા ભોગવતાં કેદી સાથે.

એવોર્ડ હવે જેલમાં સજા ભોગવતાં બંદીવાનને પણ એવોર્ડ આપવામાં આવ્યો છે. રાજપીપળાની જિલ્લા જેલના 37 વર્ષીય આશિષ કપિલભાઈ નંદાને કેદીઓના ટેલિફોન કોલ, ડેટાબેઝ અને રજીસ્ટર ગોઠવવા સંબંધિત કામ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. આશિષ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે અને 15 વર્ષથી જેલમાં રહ્યો છે.

તીનકા તીનકા ઇન્ડિયા એવોર્ડ ૨૦૨૧ ની સ્પર્ધામાં રાજપીપળા જિલ્લા જેલના બંદીવાન આશિષભાઈ કપિલભાઈ નંદાને “વિશેષ પ્રતિભા” એવોર્ડથી પસંદ કરવામાં આવેલ. જેથી બંદીવાનને એવોર્ડથી સન્માનિત કરવા રાજપીપળા જિલ્લા જેલ ખાતે એક સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમમાં રાજપીપળાના નામ ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ કામદાર, એડી. સિવિલ અને જ્યુડી. મેજિસ્ટ્રેટ નાચરે અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ રાજપીપળાના સચિવ રંગવાલા ઉપસ્થિત રહેલ હતાં. નામદાર જજનું પુષ્પગુછથી સ્વાગત કરવામાં આવેલ નામ. ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ કામદારના હસ્તે બંદીવાનને તિનકા તિનકા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. નામ. જજ દ્વારા બંદીવાનના સુધારાત્મક અભિગમના પ્રયાસને બિરદાવવામાં આવેલ અને તીનકા તીનકા ફાઉન્ડેશન નવી દિલ્હીના સંસ્થાપક ડો. વર્તિકાબેન નંદાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત નામદાર જજનો અધિક્ષક એલ એમ બારમેરા દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ : અશાંત ધારાના અસરકારક અમલીકરણની માંગ સાથે મંદિરમાં મહાઆરતી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : ગંદકીનું સ્વીમીંગ પુલ : લક્ષ્મીનગર વિસ્તારમાં પહેલા જ વરસાદ બાદ ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું : રહીશો દ્વારા તંત્ર પર અનેક આક્ષેપો લગાવાયા.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને માજી પ્રમુખ સહિત અનેક નેતા ભાજપામાં જોડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!