Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : શૂલપાણેશ્વર મંદિર સામે આવેલ નર્મદા ઘાટ ખાતે અમુક પ્રવૃતિઓ કરવાં પર પ્રતિબંધ.

Share

નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામ ખાતે શૂલપાણેશ્વર મંદિરની સામે આવેલ નર્મદા ઘાટ ખાતે દૈનિક ધોરણે થતી આરતી સિવાય કોઈ પણ પ્રકારની પૂજા-અર્ચના-વિધી કરવી નહીં, નર્મદા ઘાટ ખાતે કોઈપણ પ્રકારના ફૂલ કે પૂંજાપો અર્પણ કરવા નહીં તથા નર્મદા ઘાટ ખાતે પાણીમાં દૂધ ચઢાવવું નહીં વગેરે જેવી ઉક્ત પ્રવૃત્તિઓ કરવાં પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

પંચમહાલ : કાલોલ જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં ભીષણ આગ…

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી પ્રાથમિક શાળાનાં કંપાઉન્ડ બહારથી 1 લાખ 25 હજાર ઉપરાંતનાં મુદ્દામાલ સાથે 6 જેટલા ઈસમને જુગાર રમતા ઝડપી પાડયાં.

ProudOfGujarat

ભરૂચ : નબીપુર પોલીસ અને પી.એસ.આઇ. અમીરાજ સિંહ રાણાએ 19 લોકોનું રેસ્કયુ કરી બચાવી લીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!