Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા પોલીસની વધુ એક માનવતાની કામગીરી જોવા મળી.

Share

ભાણદ્રા ચોકડી પર થયેલા અકસ્માતના 3 ઇજાગ્રસ્તોને પીએસઆઇ પાઠક પોલીસ જીપ માં સિવિલ લાવ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફરજ પર જઇ રહેલા પીએસઆઇ કે.કે.પાઠક અને તેમની ટિમ ઇજા ગ્રસ્તોને તાત્કાલિક પોલીસ જીપમાં રાજપીપળા સિવિલ લાવ્યા. પીએસઆઇ પાઠક નર્મદા પોલીસ વિભાગમાં ખરેખર માનવતદાયક કામગીરી કરતા હોય આવા સેવાભાવી અધિકારીનું સન્માન કરી તેમની માનવતા બિરદાવવી જોઈએ.
રાજપીપળા નર્મદા પોલીસની એક પછી એક ઉમદા કામગીરી સામે આવી રહી હોય જેમાં પીએસઆઇ પાઠક સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવસીઓની સુરક્ષા બાબતે ખાસ ધ્યાન આપી જ રહ્યા છે સાથે ફરજ પર જતાં આવતા પણ ક્યાંયે મદદરૂપ થવા તત્પર રહે છે. જેનો જીવંત દાખલો આજે ભાણદ્રા ચોકડી પર જોવા મળ્યો હતો. પીએસઆઇ કે.કે.પાઠક પોતાના સ્ટાફના કર્મીઓ પૈકી પપ્પુભાઇ, અજરૂદીન,લગજીભાઈ તથા પાયલોટ પ્રવીણ ભાઈ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફરજ પર પોલિસની સરકારી જીપ લઈ જતા હતા તે દરમિયાન શ્રદ્ધા સબુરી હોટલ નજીક બે મો.સા. સામસામે અથડાતા 3 યુવાનોમાં વિકિરાજ વિઠ્ઠલભાઇ તડવી (૧૭), વિપુલ નટવરભાઈ તડવી (૨૦)બંને રહે,કલીમકવાણા અને કમલેશ રામેશ ભાઈ તડવી (૩૦)રહે.નાની રાવલ ને આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થઈ આ નજારો પીએસઆઇ પાઠકે જોતા જ પોલીસ જીપ અટકાવી તાત્કાલિક ત્રણેય ઇજા ગ્રસ્તોને સ્ટાફની મદદથી જીપમાં મૂકી રાજપીપળા સિવિલ હોસ્પિટલ લાવી ત્યાં દાખલ કરાવ્યા જ્યાં વિપુલ તડવી અને કમલેશ તડવીને ગંભીર ઇજાના કારણે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા.પીએસઆઇ પાઠક તેમની ટિમ સાથે આ માનવતાનું કામ કરી પોતાની ફરજ પર જવા રવાના થયા હતા. આમ પોલીસ પ્રજાનો મિત્ર છે એ વાક્ય તો સાર્થક કરી દેખાડ્યું સાથે સાથે માનવતાનું પણ ઉત્તમ ઉદાહરણ પાર પાડી નર્મદા પોલીસની સારી કામગીરીમાં વધુ એક ઉમેરો કર્યો હતો.આવા સેવાભાવી પોલીસ અધિકારીનું સન્માન કરી તેમની માનવતા બિરદાવવી જોઈએ.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” યોજાયો

ProudOfGujarat

ગાઝિયાબાદ : અસામાજિક તત્વોએ ઘરમાં ઘૂસીને ગોળીઓ વરસાવી : કાપડના વેપારી અને તેના બે પુત્રોનાં મોત.

ProudOfGujarat

ભરૂચ : પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતેથી PSA ઓકસિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું : નવા સી.એમ. એ કરી આ ભૂલ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!