Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોહદ્દીશે આઝમ મિશન રાજપીપળા દ્વારા લોકડાઉનમાં ફરજ બજાવતાં પોલીસ અને હોમહાર્ડ જવાનો માટે જમવાની વ્યવસ્થા કરાઈ.

Share

હાલ કોરોના વાઇરસની મહામારી વચ્ચે સમગ્ર ભારત 21 દિવસ માટે લોકડાઉન કરાયું છે ત્યારે પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો લોકડાઉનનું પાલન કરવા માટે આઠ દિવસથી ખડે પગે સેવા બજાવી રહ્યા છે ત્યારે આજે વિશ્વભરમાં સેવા આપતી સમાજ સેવી સંસ્થા મોહદ્દીશે આઝમ મિશન રાજપીપળા તરફથી રાજપીપળા ખાતે ફરજ બજાવતા પોલીસ તેમજ હોમગાર્ડ જવાનો માટે ખાસ જમવાની વ્યવસ્થા કરાઈ હતી, જેમાં ફરજ ઉપર ઉભેલ પોલીસ કર્મીઓ તેમજ હોમગાર્ડ જવાનોને વેજ.દાળ પુલાવના પેકેટસ વિતરણ કરવામાં આવ્યા હતા. આ બાબતે મોહદ્દીશે આઝમ મિશન રાજપીપળાના પ્રમુખ શાહનવાઝ પઠાણે જણાવ્યું હતું કે જ્યારે લોકડાઉનમાં પોલીસ અને હોમગાર્ડ જવાનો રાત-દિવસ ખડેપગે રહી પ્રશંસનીય કામગીરી કરી રહી છે ત્યારે મોહદ્દીશે આઝમ મિશન રાજપીપળા બ્રાન્ચ તેમની આ કામગીરીને બિરદાવે છે અને જે સંદર્ભે આજે પોલીસ અને હોમગાર્ડ જવાનોને ખાસ વેજ.દાળ પુલાવના 200 જેટલા પેકેટસનું વિતરણ કર્યું હતું.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના મનસુખભાઇ વસાવાની જીત….

ProudOfGujarat

ગોધરા : મુંબઈ જયપુર ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરનું હાર્ટએટેકથી કરૂણ મોત.

ProudOfGujarat

રાહુલ ગાંધીના ભાવનગર જિલ્લાના પ્રવાસને લઈ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સ્થળ તપાસ માટે પોહચ્યા..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!