Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : સાગબારા તાલુકાનાં ચીમ્બાપાણી ગામે લગ્ન પ્રસંગમાં 50 થી વધુ માણસો ભેગા કરતા ગુનો નોંધાયો.

Share

નર્મદા જિલ્લામાં હાલ લગ્નની મોસમ ચાલી રહી છે જેમાં 50 થી માણસો ભેગા કરવા પર સરકારે પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં લગ્નમાં 50 થી વધુ માણસો ભેગા કરી કોરોના સંક્રમણ ફેલાવતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે. જેમાં સાગબારા તાલુકાના ચીમ્બાપાણી ગામે લગ્ન પ્રસંગમાં 50 થી વધુ માણસો ભેગા કરતા ગુનો નોંધાયો છે . આ અંગે સાગબારા પોલીસ મથકે ફરિયાદી પીએસઆઈ કે.એલ ગળચરે આરોપી સેતુભાઇ શિવરામભાઇ વસાવા (રહે,ચીમ્બાપાણી )સામે ફરિયાદ કરી છે.

ફરિયાદની વિગત આરોપી સેતુભાઈ પોતાના છોકરાના લગ્ન પ્રસંગમાં રાત્રી દરમિયાન 50 થી વધુ લોકો ભેગા કરી સામાજિક અંતર નહીં જાળવી કોરોના વાયરસ થઈ જાય તેવું બેદરકારી ભર્યું કૃત્ય કરી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

મહિસાગરના એસપી ઉષારાડાએ એવુ તે શુ કર્યુ ? જાણો વધુ

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં ટેન્કર સળગવાની ઘટનામાં ઘેરુ બનતુ રહસ્ય.

ProudOfGujarat

ભરૂચના રેલવે કોલોની ખાતે ટાંકીમાંથી કોબ્રા સાપ મળી આવ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!