Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : કેનાલનાં કામમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં લેવાય : સાંસદ મનસુખ વસાવા.

Share

– જીતગઢથી ગુવાર વચ્ચે કરજણ જળાશય યોજનાના જમણા કાંઠાની મુખ્ય નહેરોનું બાંધકામનું કામનું નિરીક્ષણ કરતા સંસદની ટકોર.

– કામની ગુણવત્તા જળવાઈ રહે, બરાબર પાણી છાંટવામાં આવે તથા ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહે,તે માટે ખેડૂતના હિતમાં કેનાલનું કામ ગુણવત્તાવાળું કરવામાં આવે.

Advertisement

રાજપીપળા : હાલ કરજણ જળાશય યોજનાના જમણાં કાંઠાની મુખ્ય નહેરનું બાંધકામનું કામ જીતગઢથી ગુવાર સુધી ચાલી રહયું છે. તેની સાંસદ મનસુખ વસાવાએ  અચાનક મુલાકાત લઇ કામનું નિરીક્ષણ કર્યું હતું અને કેનાલના કામમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર ચાલી ચલાવી લેવામાં નહીં આવે તેવી ટકોર સાંસદ મનસુખ વસાવાએ કરી હતી.

 પ્રાપ્ત માહિતી અનુસાર  આ કામ કરોડો રૂપિયાના ખર્ચે થનાર છે. છેલ્લા ૧૦ વર્ષથી કેનાલો તૂટી જવાના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું ન હતું અને ઘણા વર્ષો પછી નવેસરથી આ કેનાલોનું કામ થઈ રહયું છે, તો પાછલા વર્ષોની જેમ ફરી કેનાલના કામમાં તકલાદી કામગીરી ન થાય અને કામની ગુણવતા સારી જળવાય રહે તથા ફરી ખેડૂતોને આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે આ બાબતને ધ્યાનમાં રાખીને આ વિસ્તારના જાગૃત આગેવાનો તથા ખેડૂતોઓએ હાલમાં કેનાલના કામમાં પીચિંગ કરવાનું કામ ચાલુ છે,

તેમાં બરાબર પાણી છાંટવામાં આવતું નથી અને તેના લીધે કામની બરાબર ગુણવતા જળવાતી નથી, તેવી વગેરે બાબત ખેડૂતોને ધ્યાને આવતા, આ વિસ્તારના જાગૃત આગેવાનો તથા ખેડૂતો પાસેથી આ બાબતની રજુઆત મળતા આ રજુઆતના આધારે સાંસદ મનસુખ વસાવાએ  તાત્કાલિક ધોરણે આ વિસ્તારના આગેવાનો તથા ભાજપ અગ્રણી રાજુભાઈ વસાવા, તાલુકા ભાજપ મહામંત્રી અશોકભાઈ વસાવા તથા ભાજપ અગ્રણી કમલેશભાઈ પટેલની સાથે આ કેનાલના કામનું જાતે નિરીક્ષણ કર્યું હતું અને રજુઆત કરનાર ખેડૂતોને આશ્વાસન આપવામાં આવ્યુ કે કેનાલના કામમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહિ આવે અને કામ બરાબર થાય અને કામની ગુણવત્તા જળવાય રહે, બરાબર પાણી છાંટવામાં આવે તથા ભવિષ્યમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે ખેડૂતોના હિતમાં કેનાલનું કામ સારુ અને ગુણવત્તાવાળું કરવામાં આવે, તે માટે યોગ્ય જગ્યાએ રજુઆત કરીશ તેમ જણાવ્યું હતું.

જ્યોતિ જગતાપ,રાજપીપળા


Share

Related posts

ભરૂચના પાટવી ગુજરાત ન્યુઝ ચેનલ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડોદરામાં કલેકટર આર. બી. બારડે વેક્સિનેશન સ્થળની મુલાકાત લઇ છાત્રો સાથે સંવાદ કર્યો.

ProudOfGujarat

તમારુ ATM કાર્ડ અજાણ્યા ઇસમને આપતા પહેલા ૧૦૦ વખત વિચારજો! જાણો શુ થયુ આ શખ્શ સાથે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!