Proud of Gujarat
INDIAFeaturedGujarat

નર્મદા જિલ્લામાં વગર પરવાનગીએ બાયોડીઝલ વેચવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું.

Share

આજકાલ કોરોના કાળમાં લોકો પૈસા કમાવવા બે નંબરના ધંધા કરતા હોય છે. જેમાં બાયો ડીઝલ પંપ બનાવવા પરવાનગી લેવી પડતી હોય છે અને સરકારના ધારા ધોરણ પ્રમાણે ફાયર સેફ્ટીના સાધનો રાખવા પડે છે. તેનો સ્ટોક રાખવો પડે છે. જીએસી, એસસીના બિલો રાખવા પડે છે પણ કેટલાક લેભાગુ લોકો આવી કોઈપણ જાતની પરવાનગી લીધા સિવાય બે નંબરનો વેપલો કરી ગેરકાયદેસર રીતે બાયોડીઝલ વેચવાનું કૌભાંડ નર્મદા એલ.સી.બી પોલીસે ઝડપી પાડ્યો છે, આ લોકો ઓછા ભાવે બાયોડીઝલ વેચી સરકારને ટેક્ષમાં કરોડોનો ચૂનો ચોપડતા હોય ગેરકાયદેસર બાયોડીઝલ નર્મદામાં વેચવાનું કૌભાંડ ઝડપાયું છે.

બનાવની વિગત અનુસાર સાગબારા તાલુકાના ચોપડાવાવ પાસે દેવગે હોટલની બાજુમાં ખુલ્લી જગ્યામાં એક ટેન્કરથી બાયો ડીઝલપંપના મોટા ટાંકામાં નાંખવાનું કામ ચાલુ કર્યું હતું. જેમાં ટાંકુ જમીનમાં નાંખી રીફીલ પંપથી બે નંબરનું બાયોડીઝલ ભરતા પકડાઈ ગયા હતા, જેમાં એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નર્મદાના તથા એલસીબી ટીમ સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, દરમિયાન પોલીસને બાતમી મળતા બાતમીને આધારે એલસીબી સ્ટાફના પોલીસ માણસો તથા મામલતદાર પુરવઠા વિભાગ દ્વારાને સાથે રાખી વાળી જગ્યાએ રેડ કરતા એક ટેન્કર નં. જીજે 19 વાય 1786 માંથી કેટલાક ઇસમો ટેન્કરમાં ભરેલ પ્રવાહી પંપના મોટા ટાંકામાં ખાલી કરતા હતા જે તમામને ઝડપી તેમના નામઠામ પુછતા જતીનભાઈ વિઠ્ઠલભાઈ ચોથાણી (હાલ રહે, કામરેજ સુવર્ણ ભૂમિ સોસાયટી 6/ 32 તા. જી.સુરત મૂળ રહે, કેશોદ તા. કેશોદ જી. જુનાગઢ ), દિનેશભાઈ રણછોડભાઈ મુધવા ( રહે, સાક્રી, તા. સાક્રી જી. ધુલે,મહારાષ્ટ્ર ), જયપ્રકાશ જટાશંકર મૌર્ય (રહે, અંબિકાનગર, નવાગામ, ડિંડોલી, સુરત, મૂળ રહે, આમીપુર, પો. ઈમામંગજ તા. જ્ઞાનપુર જી. ભદોઈ યુપી )નાની ઝડપી સદર બાયોડીઝલ બાબતે લાઇસન્સ કે મંજૂરીપત્ર માંગતા તેમની પાસે એવો કોઈ પત્ર મળી આવેલ નહીં.

આરોપી જતીનભાઈ તથા દિનેશભાઈ તથા જઈ પ્રકાશ જ્વલનશીલ પ્રવાહી બાયો ડિઝલનો જથ્થો રસ્તે જતા વાહનોમાં વેચતા હતા બાયોડીઝલ સરકારની ગાઈડલાઈન મુજબ કોઈપણ જાતના ફાયર સેફટીના સાધન રાખ્યા વગર અને સરકારની કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસર મોટો આર્થિક લાભ મેળવવા માટે જલદ પ્રવાહીનો જથ્થો સંગ્રહ કરી રાખેલ હતો. અને પંપ સંચાલક સરકારી નિયમ મુજબ કોઈપણ જાતના ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા વગર બેદરકારી ભર્યું આચરણ કરી તેમજ મંજૂરી વગર સંગ્રહ કરેલ મળી આવેલ.

જેમાં આરોપીઓ પાસેથી આશરે 12000 લીટર બાયો ડીઝલ કિં. રૂ. 840000/- તથા રીફીલીંગ મશીન કિંમત રૂ 50000/- તથા એક ટેન્કર ટ્રક કિં. રૂ. 2000000/- ગણી કુલ કિં. રૂ.2890000/-ની ગેરકાયદેસર વેચાણ અર્થે આવતા પકડાઈ ગયા હતા. સાગબારા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ 285 તથા આવશ્યક ચીજવસ્તુ ધારા કલમ 3711 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસ અધિક્ષક નર્મદાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ પર સતત વોચ રાખી નેસ્તો નાબૂદ કરવાની સૂચનાના પગલે એલસીબી ટીમ દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર વોચ તથા ખાનગી બાતમીદારો રોકી કાયદેસરની કાર્યવાહી કરવા પ્રયત્નશીલ છે.

Advertisement

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

जब फ़िल्म “मित्रों” में गुजरात की स्थानीय निवासी को दिया गया मौका!

ProudOfGujarat

સુરતની નવી સિવિલ ખાતે સારવાર લઈ ભરૂચ જિલ્લાના રૂંધા ગામનાં સગર્ભા ગૃહિણીએ ૧૭ દિવસનાં અંતે કોરોનાને આપી મ્હાત…

ProudOfGujarat

કરોડો રૂપીયાની હિરાની લુંટમા સંડોવાયેલા ઉત્તરપ્રદેશની ગેંગના રીઢા ગુનેગારોની અટક કરતી સુરત ક્રાઈમ બ્રાંચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!