Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદામાં આજે કોરોનાનાં 45 કેસ નોંધાયા.

Share

નર્મદામા આજે વધુ 45 કેસ નોંધાયા છે. જેમાં નાંદોદ તાલુકામા -11,ગરુડેશ્વર -15,તિલકવડામા -17,દેડિયાપાડા તાલુકમાં 02, સાગબારામા 08 અને રાજપીપલા 04 કેસ નોંધાયા છે.

નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ 35 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 10 સહિત કુલ-45 પોઝિટિવ કેસ નોંધાયા છે.

Advertisement

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 45 દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા 97 દર્દીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે 48 દર્દીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે 130 અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે 53 દર્દીઓ સહિત કુલ-328 દર્દીઓ સારવાર હેઠળ છે.આજે RTPCR ટેસ્ટમાં 384 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 941 સહિત કુલ-1325 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-71178 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં તાવના કેસોમા આજે ઉછળો આવ્યો હતો જેમાં આજે એક જ દિવસમા 501 તાવના દર્દીઓ નોંધાયા હતા.

આ દર્દીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 1005261 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 9049873 લોકોને વિતરણ કરાઇ છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

વડોદરામાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનના ડ્રાઇવરની બેદરકારીના કારણે બાળકનું મોત.

ProudOfGujarat

ભરૂચ : આમોદ તાલુકાના માછસરા ગામમાં મતદાતા જાગૃતિ રેલી યોજાઈ.

ProudOfGujarat

ઝઘડીયામાં એડવોકેટ પ્રોટેકશન એક્ટ ની માંગ સાથે બાર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા કલેક્ટર સમક્ષ વિસ્તૃત આવેદન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!