Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઓકટોબર-૨૦૧૯ માસના અંતિમ ચરણમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની સ્ટેચ્યુ ઓફ યુનિટીના સુચિત મૂલાકાત-કાર્યક્રમોના પૂર્વ આયોજન સંદર્ભે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાએ કેવડીયાની મૂલાકાત લઇ વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને

Share

રાજપીપળા, આરીફ જી કુરેશી

પ્રાથમિક ચર્ચા-વિચારણા સાથે કરેલો વિચાર- વિમર્શ હેલીપેડ સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મૂલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહ સચિવ એ સ્થળ સ્થિતિનું કરેલુ નિરિક્ષણ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી-પ્રદર્શન-પિકચર ગેલેરીની પણ શ્રી ભલ્લાએ લીધેલી મૂલાકાત.

Advertisement

રાજપીપલા, ગત વર્ષે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે સરદાર જન્મ જયંતિ દિન તા. ૩૧ મી ઓકટોબર, ૨૦૧૮ ના રોજ કેવડીયામાં વિશ્વની સૌથી ઉંચામાં ઉચી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ ચાલુ વર્ષે આગામી ઓકટોબર-૨૦૧૯ માસના અંતિમ ચરણમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સુચિત મૂલાકાત સંદર્ભે કેવડીયા કોલોની ખાતે યોજાનારા વિવિધ કાર્યક્રમોનું સુચારૂં આયોજન ઘડી કાઢવા કેન્દ્રિય ગુહ સચિવ અજયકુમાર ભલ્લાએ દેશની ટોચની વિવિધ સુરક્ષા એજન્સીઓના વડાઓ-વરિષ્ઠ અધિકારીશ્રીઓએ આજે કેવડીયા કોલોનીની મુલાકાત લઇ ગુજરાતના વહિવટી-પોલીસ વિભાગ તેમજ નર્મદા નિગમના વરિષ્ઠ સનદી અધિકારીઓ સાથે કાર્યક્રમના સુચિત સ્થળોની મુલાકાત લઇ પ્રાથમિક ચર્ચા-વિચારણા સાથે જરૂરી વિચાર-વિમર્શ કર્યો હતો.

કેન્દ્રિય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા આજે ટોચની વિવિધ સુરક્ષા એજન્સીઓના વડાની ટુકડી સાથે કેવડીયા કોલોની ખાતે બીએસએફના હેલીકોપ્ટર દ્વારા આવી પહોંચતા ગુજરાતના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંઘ, સરદાર નર્મદા નિગમના જોઇન્ટ મેનેઝીંગ ડિરેકટરશ્રી સંદીપકુમાર, ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝા, પ્રવાસન સચિવ મમતા વર્મા, ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી જીન્સી વિલીયમ, માર્ગ અને મકાન વિભાગના સચિવ એન.બી.વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ વગેરે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓના વડાઓનું સ્વાગત કરી તેમને આવકાર્યા હતા.

ત્યારબાદ કેન્દ્રિય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા સહિતના કેન્દ્રિય સુરક્ષા એજન્સીના વડા ઓની સૂચિત કાર્યક્રમ સંદર્ભે હેલીપેડ સ્થળ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર વગેરેની મુલાકાત દરમિયાન સુચિત એકતા પરેડ, પ્રદર્શન સહિતના વડાપ્રધાનશ્રીના અન્ય સુચિત કાર્યક્રમો અંગે પ્રાથમિક ચર્ચા-વિચારણ કરાઇ હતી.
કેન્દ્રિય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા સહિત સુરક્ષા એજન્સીઓના વડાઓની ટુકડીએ ત્યારબાદ કેવડીયા VVIP સર્કિટ હાઉસ ખાતે પહોંચીને ગુજરાતના અને નર્મદા જિલ્લાના વહિવટી-પોલીસ વિભાગના વરિષ્ઠ સનદી અધિકારી ઓ સાથે બેઠક યોજીને વડાપ્રધાન ના સુચિત કાર્યક્રમની પ્રાથમિક તૈયારીઓ અને તેના પૂર્વ આયોજન સંદર્ભે સંબંધિ ચર્ચા-વિચારણા કરીને અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનો સાથે તેમણે માર્ગદર્શન પણ પુરૂ પાડયું હતું.કેન્દ્રિય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા સાથે દેશની ટોચની વિવિધ સુરક્ષા એજન્સીઓના વડા ઓ –વરિષ્ઠ અધિકારીશ્રીઓ પણ આ પ્રવાસ-મૂલાકાતમાં સાથે જોડાયા હતાં અને સમગ્ર મૂલાકાત-નિરીક્ષણ તેમજ બેઠકમાં પણ ઉપસ્થિત રહયાં હતાં.
કેન્દ્રિય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા સાથે દેશની ટોચની વિવિધ સુરક્ષા એજન્સીઓના વડા ઓ –વરિષ્ઠ અધિકારી ઓએ આજે બપોરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચીને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની અતિ વિરાટ પ્રતિમા સ્થળે ભાવવંદના કરી હતી. ત્યારબાદ તેઓ એ ૪૫ માળની ઉંચાઇવાળી સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા ડેમના ઉપરવાસમાં પાણીની સતત આવકને લીધે ડેમની જળ સપાટીમાં થઇ રહેલા પાણીના વધારાને લીધે ડેમમાંથી પાણીના ઓવરફ્લોનો અદ્દભૂત નજારો પણ તેમણે માણ્યો હતો. તદઉપરાંત વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “મા નર્મદાના” પવિત્ર દર્શન કર્યા હતા. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી-પ્રદર્શન-લાયબ્રેરી અને પિકચર- ગેલેરીમાં સરદાર સાહેબના જીવન-કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ તેમણે રસપૂર્વક નિહાળી હતી


Share

Related posts

હાલોલ : ટીમ સહાય ટ્રસ્ટ અને જી વોલ્ટ ટ્રાન્સફોર્મર કંપનીનાં સંયુક્ત ઉપક્રમે સ્કૂલ યુનિફોર્મનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ શહેરના શક્કર તળાવ વિસ્તારમાં થઈ રહેલ ગે.કા. બાંધકામની ફરિયાદમાં 6 વખત બૌડાના અધિકારીઓએ કામ બંધ કરવા ગયા, બિલ્ડરે ફરી કામ શરૂ કર્યું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ભક્તિભાવ પૂર્વક વટસાવિત્રી પર્વ નિમિત્તે બહેનો દ્વારા પતિના લાંબા આયુષ્ય માટે વટવૃક્ષ ની પૂજા અર્ચના કરી પ્રદક્ષિણા કરી હતી ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!