Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપલા કેવડિયા સહિત નર્મદામાં વડ સાવિત્રી પૂનમની ઉજવણી કરાઈ.

Share

રાજપીપલા, કેવડિયા સહિત નર્મદામા વડ સાવિત્રી પૂનમની ઉજવણી સૌભાગ્યવતી મહિલાઓએ કરી હતી અને પતિના દીર્ઘાયુ માટે વ્રત કર્યું હતું. માસ્ક પહેરીને વડને સુતરના તાંતણા બાંધી પૂજન કર્યું હતું. રાજપીપલા ખાતે મંદિરમાં તથા કેવડિયા ખાતે નર્મદા કોલોનીના નર્મદેશ્વર મહાદેવના મંદિરે વડ સાવિત્રીની પૂજા ખૂબ ધૂમધામથી કરવામાં આવી હતી.

જેઠ માસની પૂનમ એ વટસાવિત્રી તરીકે ઉજવવાનો અનોખો મહિમા રહેલો છે આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દિર્ધાયુષ્ય માટે વટસાવિત્રીનું વ્રત કરી ઉપવાસ કરે છે અને વડની પૂજા કરે છે. ત્યારે નર્મદા જિલ્લામાં સૌભાગ્યવતી બહેનો નવા વસ્ત્રો પરિધાન કરી ઉપવાસ રાખી ભોલેનાથની પૂજા કરી હતી. શિવ મંદિરો તેમજ વડલાના ઝાડે જઈ શાસ્ત્રોચ્ચાર વિધિ સાથે વ્રતની પૂજા કરી હતી. જેમાં વ્રતધારી બહેનો અબીલ-ગુલાલ, કંકુ-ચોખા અને ફૂલો અને જળ ચઢાવી વડનું પૂજન કરી બાદમાં વડના ઝાડ ફરતે સુતરનો દોરો વીટાળી પ્રદક્ષિણા કરી પતિના દીર્ધાયુષ્ય માટે
પ્રાર્થના કરી હતી.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ એક્સેલન્સ દ્વારા વિદ્યાર્થીઓ ને માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપો સાથે વાલીઓએ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને રજુઆત કરી હતી…

ProudOfGujarat

ભરૂચમાં GUJCON 2026નો ભવ્ય પ્રારંભ : ઔદ્યોગિક આરોગ્ય અને કામદાર સુખાકારી મુદ્દે નિષ્ણાતોનું મંથન 

ProudOfGujarat

ઓનલાઈન શોપિંગ કરતાં કેવી રીતે થાય છે છેતરપિંડી ? જાણો વધુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!