Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : તરોપા ગામે હાઇવે રોડ પર રાહદારીને હાઇવા ટ્રકે અડફેટમાં લેતા અકસ્માતમાં રાહદારીનું ઘટનાસ્થળે કરુણ મોત.

Share

તરોપા ગામે હાઇવે રોડ પર રાહદારીને હાઇવા ટ્રકે અડફેટમાં લેતા અકસ્માતમાં રાહદારીનું ઘટના સ્થળે કરુણ મોત નીપજતા આમલેથા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ફરીયાદી સંગીતાબેન ભદ્રેશભાઇ ર વસાવા( ઉ.વ. ૪ર ધંધો-ઘરકામ મુળ રહે.વાગેથા તા.નાંદોદ જી.નર્મદા હાલ રહે. તરોપા ઉપલુ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા) એ આરોપી હાઇવા ટ્રક નંબર – -16-AU-6703 ના ચાલક સામે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદની વિગત અનુસાર આરોપીએ પોતાના કજામાની હાઇવા ટ્રક નંબર GJ-16-A-6709ને તરોપા ગામના કેનાલવાળા નાકા નજીક રાજપીપલા અંકલેશ્વર હાઇવે રોડ ઉપર ટ્રક પુરઝડપે અને બેફીકરાઇ રીતે ચલાવી લાવી રોડની સાઇડમાં ચાલતા ફરીયાદીના પતિ ભદ્રેશભાઇ રૂપલાભાઇ વસાવા (ઉ.વ.૪૫ મુળ રહે.વાગેથા તા.નાંદોદ જી.નર્મદા હાલ રહે. તરોપા ઉપલુ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા) ને પાછળથી ટક્કર મારી એક્સીડન્ટ કરી માથાના ભાગે તથા શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડતા તેમનું સ્થળ ઉપરજ મોત નીપજ્યું હતું. આ અંગે આમલેથા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

કરજણ નવાબજાર જલારામ નગરમાંથી ગેરકાયદે નકલી ઘી બનાવતી ફેકટરી પોલીસે ઝડપી પાડી.

ProudOfGujarat

ભરૂચમાં અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરી પૂર્ણ કરવા વિપક્ષી નેતા સમસાદ અલી સૈયદની નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત.

ProudOfGujarat

મહારાષ્ટ્રની કટારિયા એગ્રો પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગતાં 3 મજૂરોના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!