Proud of Gujarat
GujaratFeaturedINDIA

સૂસાઇડનોટ લખી ચાલ્યા ગયેલા નિવૃત શિક્ષક અંબાજીમાંથી મળ્યા.

Share

 

શહેરા, રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લાના શહેરાનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને સુસાઇટ નોટ લખીને ગુમ થઈ
જનાર નિવૃત શિક્ષક ભીખાભાઈ પ્રજાપતિ યાત્રાધામ અંબાજી ખાતેથી પોલીસની શોધખોળ દરમિયાન મળી આવ્યા હતા.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરાનગરમાં આવેલી ગાયત્રી સોસાયટીમાં રહેતા નિવૃત શિક્ષક ભીખાભાઈ પ્રજાપતિએ વ્યાજખોરો પાસેથી ૧૫ લાખ જેટલી રકમ વ્યાજે લીધી હતી અને ત્યારબાદ પૈસા વ્યાજ સાથે રકમ ચુકવી દીધા હોવા છતા વ્યાજખોરો તેમને ધમકાવતા હતા આથી ડરી ગયેલા નિવૃત શિક્ષક ભીખાભાઈ પ્રજાપતિ સુસાઇટનોટ પથારીમાં છોડીને સવારે નીકળી જતા પરિવારજનો પણ ચિંતામા પડ્યા હતા.શહેરા પોલીસે ટીમ બનાવી શોધખોળ હાથ ધરવામા આવી હતી.જેમા પોલીસ તેમને સાથે રાખેલા મોબાઇલનુ લોકેશન પર ટ્રેસ કરતી જેમા તેમને મોબાઇલ ફોન ચાલુ કરતા લોકેશન યાત્રાધામ અંબાજી ખાતે મળ્યુ હતુ.આથી પોલીસ ટીમે અંબાજી ખાતેથી તેમને શોધી કાઢ્યા હતા.ત્યારબાદ મોડીરાતે શહેરા પોલીસ સ્ટેશન લાવ્યા બાદ પુછપરછ હાથ ધરવામા આવી હતી.


Share

Related posts

વડોદરા : ડભોઇનાં વૈષ્ણવ પાર્કમાં પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓએ કર્યુ વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

ગોધરાના ભામૈયા સ્થિત ત્રીમંદિર ખાતે પોતાની પડતર માંગણીઓને લઈને તલાટી કમમંત્રી આજથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી આવ્યા હતા

ProudOfGujarat

વાંકાનેરમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત ઘરેલું હિંસા અંગે નારી જાગૃતિ સેમીનાર યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!