Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં કરફ્યુના અમલના ધજાગરા ઉડાવતો વીડિયો થયો વાયરલ.

Share

હાલ કોરોનાની પરિસ્થિતિના પગલે કોરોના સામે અટકાયતી પગલાંના ભાગ રૂપે મહાનગરોમાં રાત્રી ફરફ્યુની અમલવારી ચાલી રહી છે.

ગુજરાત ના અન્ય મહાનગરોમાં કરફ્યુની અમલ કડક રીતે કરવામાં આવે છે કે કેમ તે બાબત હાલ બાજુ પર રાખીએ તો ગુજરાત રાજ્ય ના ગૃહમંત્રી એવા હર્ષ સંઘવીના હોમટાઉન એવા સુરત મહાનગર પાલિકા માં કરફ્યુ અમલવારીના કેવા લીરેલીરા ઉડી રહ્યા છે કરફ્યુના જાહેરનામા ના કેવા ધજાગરા ઉડી રહ્યા છે તે અંગેના વિડીયો વાયરલ થયા છે કાયદો કે પોલીસનો ડર કે ભય રાખ્યા વગર બુલેટ સવાર ના ખભા પર બેસી એક યુવાન નવાબી અદા સાથે હાથમા બદૂક અને સિગારેટના ધુમાડાના ગોટે ગોટે છોડી રહ્યો છે અને જો કરફ્યુમાં કોઈ ગરીબ માણસ મજબૂરીથી નીકળ્યો હોય તો પોલીસ પહેલા દંડા વડે ફટકારે અને પછી જેલભેગો કરે. કાયદો એક પરંતુ વ્યક્તિ જોઈ અમલ કરવામાં આવે તે આનું નામ.

Advertisement

Share

Related posts

અમદાવાદ ખાતે યોજાયેલ અદાણી કંપની દ્વારા મેરેથોન દોડમાં અંકલેશ્વર ક્લબના સભ્યો જોડાયા હતા

ProudOfGujarat

અંકલેશ્વરનાં કોસમડી નજીક શાળાએ જતા વિદ્યાર્થીને ટ્રકની ટક્કર વાગતા કમકમાટીભર્યું મોત.

ProudOfGujarat

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચે ગેરકાયદેસર પિસ્ટલ અને કાર્ટિસ સાથે એક આરોપીની ધરપકડ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!