Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત : ત્રણ અજાણ્યા શખ્સોએ પૈસા જમા કરાવી રહેલા વ્યક્તિ પાસેથી લુંટી લીધા લાખો રૂપિયા.

Share

શહેરમાં અવારનવાર અનેક લુંટના બનાવો સામે આવતા રહે છે. ત્યારે શહેરના સચિન GIDC વિસ્તારમાં ATM માં લુંટનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર લુંટનો બનાવ CCTV કેમેરામાં કેદ થઇ જવા પામ્યો છે. હાલમાં તો આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, સચિન GIDC વિસ્તારમાં ATM માં લુંટનો બનાવ બનતા લોકોમાં ભયનો માહોલ પેદા થઇ ગયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, ત્રણ ઈસમો ATM ની અંદર આવે છે ATM માં રૂપિયા નાખી રહેલ યુવક પાસેથી લાખો રૂપિયાની લુંટ ચલાવી ફરાર થઇ જાય છે.

વિડીયોમાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે, ત્રણ ઈસમો પૈકી એક ઇસમ છરો બતાવીને લુંટ ચલાવી રહ્યો છે અને ATM માં રૂપિયા નાખતા યુવકની પાસે રહેલ બેગ, રૂપિયા અને મોબાઈલ ફોન લઈને ત્યાંથી ફરાર થઇ જાય છે. હાલમાં તો આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઇ ગઈ છે અને સમગ્ર મામલે સચિન GIDC પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાનાં પનોતા પુત્ર સ્વ. અહેમદ પટેલનાં કુટુંબીજનોને સાંત્વના અર્પવા કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ પિરામણ આવ્યા.

ProudOfGujarat

લીંબડી ખાતે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કથામૃતમ યોજાયું.

ProudOfGujarat

ગતરોજ ભરૂચના ધોળીકુઈ વિસ્તારના ઉબડખાબડ રસ્તાના સમાચાર પ્રસારીત થતા તંત્રએ તાત્કાલિક કામગીરી હાથધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!