Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં 70 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ જેલ હવાલે, ગંભીર ઈજા પહોંચતા વૃદ્ધનું મોત.

Share

હળાહળતા કળયુગની શાક્ષી પુરતો હોય તે પ્રકારનો એક કિસ્સો સુરત જિલ્લામાં સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુરત જિલ્લાના કોસંબા રેલવેની હદમાં 70 વર્ષના વૃદ્ધા સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. સમાજ માટે લાલબત્તી સમાન આ ચકચારી ઘટનામાં દુષ્કર્મમાં વૃદ્ધાને ગંભીર ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પોસ્ટમોટર્મ દરમિયાન રિપોર્ટમાં દુષ્કર્મ થયુ હોવાનુ બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જોકે રેલવે પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધમને ઝડપી જેલ હવાલે કરી દીધો છે.

મળતી માહિતી અનુસાર, સુરતના કોસંબા રેલવેના હદ વિસ્તારમાં આ વૃદ્ધ મહિલા પર દુષ્કર્મ આચર્યાનું હોવાની શરમજનક ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામી હતી. હવસખોર આરોપી દ્વારા દુષ્કર્મ કરી મહિલાને ગંભીર ઇજા પહોચાડવામાં આવી હતી. જેથી વૃદ્ધ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

જ્યાં મેડિકલ ઓફિસરને શંકા જતા તેમણે ઘટનાની ગંભીરતાથી લઇને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન ઈજા પામેલી મહિલાનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી પોસ્ટમોટર્મ રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાં વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ થયું હોવાનું બહાર આવતા તબીબોની આંખો ફાટીને ફાટી રહી ગઈ હતી.

ત્યારબાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધરીને પોલીસે શંકાસ્પદ શખ્સની ધરપકડ કરી લીધી હતી. જે આરોપીને પોલીસ દ્વારા આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા આરોપીએ ગુન્હાની કબુલાત કરી હતી. જેને લઈને સમગ્ર ઘટના બે ત્રણ દિવસ પહેલાની હોવાનુ સામે આવ્યું છે. જેને કારણે પોલીસ દ્વારા આ કૃત્ય આચરનાર આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

ભરૂચ પંથકમાં ગુરૂપુર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ

ProudOfGujarat

ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પાસે સગીરાનો આપઘાતનો પ્રયાસ, સ્થાનિકોએ બચાવી 

ProudOfGujarat

વડોદરાનાં ગણેશપુરામાં 10 થી 12 લોકોને બચકાં ભરનાર કપિરાજ પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!