Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતમાં ઈલેક્ટ્રોનિક ટેક્નોલોજીથી 45 ફૂટ ઊંચા રાવણ દહનઃ મોંઢામાંથી નીકળશે આગની જ્વાળા

Share

 

સૌજન્ય/સુરતઃ વિજયાદશમીના દિવસે શહેરમાં અનેક જગ્યાએ રાવણ દહનનો કાર્યક્રમ થાય છે, જેમાં ખાસ કરીને ઈલેક્ટ્રોનિક સિસ્ટમથી રાવણ દહન ડુમસમાં આશાપુરી માતાજીના મંદિરના પટાંગણમાં કરવામાં આવશે, બે વર્ષ પહેલા પણ અહીં 40 ફુટના રાવણનો બનાવવામાં આવ્યો, જો કે આ વખતે 45 ફુટની ઉંચાઈ સહિત ઈલેક્ટ્રોનિક ટેક્નોલોજીમાં અપગ્રેડ કરવામાં આવ્યો છે.
રાવણ બનાવવા એક લાખનો ખર્ચ
ગયા વખતે રાવણના હાથમાં રહેલા શેષનાગમાંથી આગની જવાળાઓ નીકળતી હતી. જો કે આ વખતે રાવણના મોઢામાંથી આગની જવાળો નીકળશે સાથે રાવણના કમરના ભાગે ઈલેક્ટ્રોનિક સિસ્ટમથી ચક્કર ફરશે ઉપરાંત માથામાંથી ઈલેક્ટ્રોનિક સિસ્ટમથી આતશબાજી ફોડવામાં આવશે, લગભગ એકાદ કલાક સુધી આંતશબાજી, મોઢામાંથી આગની જવાળાઓ સાઉન્ડ સિસ્ટમ સાથે જોવા મળશે, રાવણ બનાવવા માટે આશાપુરી ભક્ત મંડળના યુવાનોએ બે મહિનાથી શરૂઆત કરી છે. રાવણ બનાવવા માટે એક લાખ જેટલો ખર્ચ અંદાજીત થયો છે. ખર્ચની રકમ મહોલ્લાવાસીઓ અને દાતાઓ તરફથી મળી છે.
45 ફુટની ઉંચાઈવાળા રાવણની વિશિષ્ટતા ખાસ પ્રકારની છે.
1.ઈલેક્ટ્રોનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાવણની આંખ એલઈડી લાઈટો તેમજ રાવણ મોઢામાંથી આગની જવાળો નીકળશે.
2.રાવણના એક હાથમાં હાથમાં ગદા અને બીજા હાથમાં ઢાલ છે. ગદા અને ઢાલ ઉપર-નીચે થશે. જેમ બાહુબલી ફિલ્મમાં બલ્લાલ દેવની ચેઈનવાળી ગદા હોય છે તેવી જ ગદા અહી રાવણના હાથમાં બનાવવામાં આવી છે.
3.રાવણ ભગવાન રામની સાથે યુદ્ધ કરવા લલકાર કરે તે પ્રકારનો સેટ યુવાવર્ગએ તૈયાર કર્યા છે.
4. રાવણના પૂતળું બનાવવા માટે કાપડ,બંગડી,લોખંડ,વાસનાલાકડા,ઘાસ,ફટકડા,એલપીજી ગેસ,કલર,પુથા,બેરીંગ તેમજ ઈલેક્ટ્રોનિક આઈટમો ઉપયોગ કરાયો છે.
રાવણના માથામાંથી આતશબાજી સ્વીચ દબાવતા ઓટોમેટિક ફુટશે.
રાવણના માથાના ભાગે સુરક્ષિત રીતે આતશબાજી ગોઠવામાં આવી છે. ઈલેક્ટ્રોનિક બોર્ડમાંથી સ્વીચ દબાવતા જ આતશબાજી રાવણના માથામાંથી નીકળીને આકાશમાં ફુટશે. ઉપરાંત બહારથી પણ આંતશબાજી ફોડવામાં આવશે.જ્યારે રાવણના પૂતળાની સામે 25 મીટરના અંતરે ભગવાન શ્રીરામનું 6 ફુટનું પૂતળું બનાવી રોકેટ છોડીને ભગવાન રામ રાવણનો વધ કરશે.
રાવણ બનાવવા માટેની સામગ્રી
ઘાસ-એક મોટો ટેમ્પો
ફટકડા-50 હજાર રૂપિયા
લોખંડ-1000 કિલો
કાપડ-200 મીટર
પુંઠા-200 કિલો
ઘોતીયુ કાપડ-80 મીટર
ગેસની બોટલ- એક

Advertisement

Share

Related posts

મોરવાહડફ: ગણેશનીમુવાડીના BSF જવાન મહેન્દ્રસિંહ ખાંટનો પાર્થિવ દેહને પંચમહાભુત વિલીન

ProudOfGujarat

હાંસોટ નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે છ દિવસીય શિવ કથા શિવ પુરાણ જ્ઞાન યજ્ઞ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

વડોદરા : વાસણા રોડ પર સોસાયટીમાં ગેસ સીલીન્ડર બ્લાસ્ટ થતાં મકાનનો ભાગ થયો ધરાશાઈ,૮ લોકો ઘાયલ ૨ ના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!