Proud of Gujarat
FeaturedGujaratINDIASport

સુરત- ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવતા સુરતીઓએ અડધી રાત સુધી વિજયની ઉજવણી કરી હતી.

Share

દિનેશભાઇ અડવાણી

હાલ ઇંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડ કપ-૨૦૧૯ ચાલી રહ્યો છે.આમ તો કોઈ પણ ટિમ માટે વર્લ્ડ કપમા તમામ મેચ મહત્વપૂર્ણ હોય છે પરંતુ જયારે ભારત-પાકિસ્તાનની મેચ હોય ત્યારે રોમાંચ કૈક અલગ જ હોય છે.જેથી આ વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી. ત્યારે ગઈકાલે યોજાયેલ ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડકપની મેચમા ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને ૮૯ રનથી હરાવતા સમગ્ર ભારતમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. તેના જ ભાગરૂપે સુરતમાં લોકો રસ્તા પર ઉતરી ફટાકડા ફોડી ભારત માતા કી જયના નારા બોલાવી ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને અડધી રાત સુધી વિજય ની ઉજવણી કરી હતી.અત્યાર સુધી રમાયેલ તમામ ક્રિકેટ વર્લ્ડકપમા ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે જેનો આંકડો ૭-૦ છે જે એક વર્લ્ડ રેકોર્ડ પણ છે.

Advertisement


Share

Related posts

પંચમહાલ : રાવળ સમાજ યુવાનને જાતિવાચક શબ્દો બોલતા સમાજના યુવાનોએ પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

અરવલ્લી:વિદેશી દારૂ નો મોટો જથ્થો ઝડપાયો-31 લાખ ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત…જાણો વધુ

ProudOfGujarat

રાજપીપળામાં ટાયગર ગ્રુપે એવું કાર્ય કર્યું કે વૃધ્ધાની આંખો છલકાઈ આવી.વાંચો એહવાલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!