Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : વિવિંગ ઇન્ડસ્ટ્રીઝ વેપારીઓ દ્વારા સુરત પોલીસની કરાઈ રજુઆત જાણો શુ કરાઈ રજુઆત.

Share

સુરત પોલીસ કમિશનર કચેરી રજુવાત માટે આવેલા વિવિંગ ઇન્ડસ્ટ્રીઝના વેપારીઓએ જણાવ્યું હતું કે લાભ પાંચમથી મોટાભાગના એકમો શરૂ થઈ જાય છે.લાભ પાંચમાના દિવસે ચૌદ જેટલા એકમો શરૂ કરવામાં આવ્યા હતા.પરંતુ કેટલાક કારીગરો ના વેશમાં અસામાજિક તત્વોએ પ્રતિ મીટરે પંદર પૈસાના વધારાની માંગ કરી રહ્યા છે .આજના કપરા સમયમાં પણ કારીગરોને વિવિંગ ઇન્ડસ્ટ્રીઝ રોજગારી આપી રહ્યું છે.ત્યારે આ પ્રમાણેની માંગણી યોગ્ય નથી.લાભ પાંચમ બાદ મોટાભાગના એકમો હાલ બંધ છે.અસામાજિક તત્વો દ્વારા કામે આવતા કારીગરો ને ધાક- ધમકી આપી ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.લસકાના અને ડાયમંડ નગર સોસાયટી ના એકમોને બાણમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ત્યારે આવા તત્વો સામે કાર્યવાહીની માંગ સાથે સુરત પોલીસ કમિશનર ને લેખિતમાં રજુવાત કરવામાં આવી છે.પોલીસ કમીશનર દ્વારા પણ યોગ્ય આશ્વાસન આપવામા આવ્યું છે અને વિના સંકોચે એકમો શરૂ કરી દેવા જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરમાં થર્ટી ફર્સ્ટની રાત્રે યુવાધન ઝૂમ્યું : રાત્રે 12 વાગ્યે હેપ્પી ન્યુ યરના નાદથી વાતાવરણ ગુંજ્યું

ProudOfGujarat

નેત્રંગનાં હાથાકુંડી ગામની ટોકરી નદી ઉપર ૧૨ વર્ષ પછી પુલના નિર્માણથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ.

ProudOfGujarat

વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી હત્યાનો આરોપી પોલીસને ચકમો આપી થયો ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!