Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : પાંડેસરા વિસ્તારમાં યુવકની હત્યા કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

Share

સુરત પાંડેસરા વિસ્તારમાં આવિર્ભાવ સોસાયટીમાં બજરંગ સિંધાલ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. ધટનાની જાણ થતા પોલીસ ધટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. હાલ હત્યાને લઈને એક શંકાસ્પદ યુવકની અટકાયત પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પાંડેસરા વિસ્તારમાં મૂળ રાજસ્થાનનો વતની બજરંગ સિંધાલ(ઉ.વ.45) રહેતો હતો અને નજીકમાં જ આવેલી મિલમાં કામ કરતો હતો. આજે બજરંગનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ધટનાની જાણ થતા પોલીસ ધટના સ્થળે પહોંચી હતી. એક શંકાસ્પદ યુવકની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે અને પોલીસ દ્વારા હત્યા અંગે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત બીજીવાર ગુજરાત રાજ્યનું જનસેવા દાયિત્વ સંભાળ્યું.

ProudOfGujarat

સુરત કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ લિંકરોડ ઉપર એસ.બી.આઈ. બેન્ક નજીક લાખો રૂપિયાની ચિલઝડપ કરી ગઠિયાઓ ફરાર થતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!