Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના કરંજ વિસ્તારની જય સંતોષી નગર સોસાયટીનાં રહીશોએ રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝને કારણે ફેલાતા વ્યાપક પ્રદુષણ સામે પાલિકા તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું.

Share

સુરતના કરંજ વિસ્તારની જય સંતોષી નગરનાં રહીશ મહિલા તેમજ પુરુષોનું એક ટોળું આજે સુરત મનપાની વરાછા ઝોનની કચેરીએ મોરચો માંડયો હતો.

આ સોસાયટીના રહીશોએ રહેણાંક વિસ્તારમાં ધમધમતા ઉદ્યોગોને કારણે વ્યાપક પ્રમાણમાં હવા પાણીનું પ્રદુષણ ફેલાતું હોવાની ઉગ્ર રજૂઆત કરી હતી તેમજ ઉદ્યોગોનું ગંદુ પ્રદુષિત પાણીને કારણે 24 કલાક દુર્ગંધ ફેલાતી હોવાનું જોરશોરથી જણાવ્યું હતું. આ અંગે તેઓએ એક આવેદનપત્ર પાઠવી રહેણાંક વિસ્તારમાં ઉદ્યોગોને પરવાનગી ન આપવા તેમજ હાલ અસ્તિત્વ ધરાવતા ઉદ્યોગો દ્વારા ફેલાવતું પ્રદુષણ કાયમી ધોરણે દૂર થાય તેવા પગલાં ભરવાની માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા કાનૂની સતા મંડળ ઉપક્રમે ભરૂચ તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા ભરૂચ કૉર્ટ ખાતે લોક અદાલત નું આયોજન…..

ProudOfGujarat

અંકલેશ્વર : હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારી (રહેમતુલ્લાહ અલયહે) નો ૪૩૬ મો સંદલ શરીફ અને ઉર્સ શરીફની દબદબાભેર ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં આમોદ તાલુકામાં આવેલ મદરેસામાં પઢાવતા મોલવીએ 13 વર્ષની બાળકી સાથે વારંવાર દુષ્કર્મ આચરતાં મોલવી સામે આમોદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતાં ચકચાર મચી ગઈ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!