Proud of Gujarat
GujaratFeaturedINDIA

PM મોદીના જન્મદિવસે 680 ફુટ લાંબી અને 6800 કિલોની કેક બનાવી સુરતમાં સર્જાશે વિશ્વ રેકોર્ડ…

Share

 
સુરતઃ શહેરની બ્રેડલાઈનર બેકરી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 68માં જન્મ દિવસે એક નવો પ્રયોગ કરવામાં આવશે. કેક ઓફ યુનિટી અંતર્ગત 680 ફુટ લાંબી અને 6800 કિલોની કેક બનાવીને વિશ્વ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ માટે કાર્યક્રમનું આયોજન 17મી સપ્ટેમ્બરના રોજ સાંજે 5 કલાકે સુવર્ણ ભૂમી પાર્ટી પ્લોટમાં યોજાશે. જેમાં રંગારંગ કાર્યક્રમની સાથે સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર લોકોને કેક આપવામાં આવશે.

6800 કિલોની કેકમાં 1150 કિલો મેંદો અને 1550 કિલો ખાંડ વપરાશે

Advertisement

680 ફુટ લાંબી અને 6800 કિલોની કેક બનાવવા માટે 225 કિલો વે પ્રોટીન, 1150 કિલો કોકો પાઉડર, 25 કિલો કેરેમલ, 125 કિલો કેક જેલ, 1150 કિલો મેંદો, 1550 કિલો ખાંડ, 350 કિલો તેલ, 1675 કિલો વિપ ક્રિમ, 850 કિલો ચોકલેટ ચિપ્સનો ઉપયોગ કરવામાં આવશે.

50 લોકો રોજ 10 કલાક મહેનત કરીને કેક બનાવી રહ્યા છે

કેકને 16 ડિગ્રીના ટેમ્પરેચરમાં બનાવવામાં આવશે. જેમાં 20 શેફ અને 30 સ્પોર્ટિંગ સ્ટાફ મળી કુલ 50 લોકોની ટીમ સતત 10 કલાક મહેનત કરીને કેક બનાવશે. કેકની ઉપર સ્વચ્છ ભારત, બેટી બચાવો, જેવી યોજનાઓ વિશે સંદેશો અપાશે.

આ 68 પ્રકારના લોકો કાપશે કેક

68 સફાઈ કર્મચારીઓ, 68 દિવ્યાંગ, 68 રિટાયર્ડ આર્મી ઓફિસર, 68 ખેલાડી, 68 કન્યા, 68 પારસી સમાજના અગ્રણી, 68 શીખ સમાના અગ્રણી, 68 વનવાસી ભાઈઓ, 68 વૃદ્ધો, 68 યહુદી સમાજના અગ્રણીઓ, 68 બાળકો અંધજન સ્કૂલના, 68 અનાથ બાળકો પણ ભાગ લેશે.

આ રેકોર્ડ બનશે

680ફુટ લાંબી વિશ્વની પહેલી કેક
6800Kgવિશ્વની સૌથી મોટી કેક
680 અગ્રણીઓ દ્વારા કેક કટિંગનો રેકોર્ડ
6800લોકો કેક ખાવાનો વિશ્વ રેકોર્ડ

600 ફુટ લાંબી કેક બનાવવાનો રેકોર્ડ 17મીએ સુરતમાં તુટશે

કેરલની એક બેકરી દ્વારા 600 ફુટની સૌથી લાંબી કેક બનાવવામાં આવી હતી. સુરતમાં 680 ફુટ લાંબી અને 6800 કિલોની કેક બનાવવમાં આ‌વશે એટલે સુરતના નામે રેકોર્ડ થઈ જશે. આ સેરેમનીમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમને પણ આમંત્રણ આપવામાં આ‌વ્યું છે.સૌજન્ય DB


Share

Related posts

અમદાવાદમાં નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઈવરને QR કોડ સાથે એટેચ કરાશે.

ProudOfGujarat

વડોદરાના પુર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીની વાઈસ પ્રેસિ. સાથે ઠગાઇ થતાં અરજી કરી.

ProudOfGujarat

માંડલમાં ગૌરીવ્રત ઉજવણી દરમિયાન આચાર્ય પરિવારે સામાજિક સમરસતાનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!