Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં ઉધના ફ્લાયઓવર બ્રિજની સામે છેડે યુવકની સરાજાહેર હત્યા કરી દેવાતા વિસ્તારમાં ચકચાર..!

Share

સુરતમાં ઉધના ફ્લાયઓવર બ્રિજની સામે છેડે યુવકની સરાજાહેર હત્યા કરી દેવાતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. મર્ડર કેસમાં જેલમાંથી જામીન પર મુક્ત થયેલા યુવકને પાંચ જેટલા અન્ય યુવકે મળીને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. રાત્રે બનેલી ઘટના બાદ ઉધના પોલીસ એક્શનમાં આવી ગઇ હતી અને હત્યા કરી ફરાર થઇ ગયેલા 4 યુવાનોની શોધખોળ શરૂ કરી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, એક આરોપી ઝપાઝપીમાં ઇજાગ્રસ્ત થયો હોય સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.ઉધના ફ્લાયઓવર બ્રિજના સામે છેડે ખરવરનગરના નાકે ગુરુવારે રાત્રે બન્ટી પ્રહલાદ બળસા નામના 26 વર્ષિય યુવકની અન્ય પાંચ યુવાનોએ ચપ્પુના પાંચથી સાત ઘા મારીને નિર્દયી હત્યા કરી દીધી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે, કનુ ટાઇગર, રાહુલ, લાલો, ઉમેશ માંજરો અને અન્ય એક મળીને પાંચ યુવાનો બન્ટી પર તૂટી પડ્યા હતા. ખરવરનગર વિસ્તારમાંથી તેને ઢોર માર મારતા મારતા અહીં બીજના નાકે લાવ્યા બાદ ચપ્પુના ઘા મારીને હત્યા કરી દેવાઇ હતી.મુખ્ય આરોપી એવો કનુ ટાઇગર પણ ઝપાઝપીમાં ઇજાગ્રસ્ત થયો હોય સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

સરાજાહેર યુવાનની હત્યાથી વિસ્તારમાં ભારે ચકચારી મચી ગઇ હતી. અગાઉની અંગત અદાવતને ધ્યાને રાખી બન્ટીની હત્યા કરાઈ હોવાનું, કનુ ટાઇગરના ભાઇનું મર્ડર બન્ટીએ કર્યાની વાતે તેના પર હુમલો કરી હત્યા કરાઇ હોવાની શક્યતાઓ છે. ઉધના પોલીસ દ્વારા અન્ય 4 આરોપીઓની શોધખોળ શરૂ કરાઇ છે.


Share

Related posts

ભરૂચનાં ટંકારીયા ગામના મોઇનુદ્દીન રખડાની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરાઇ

ProudOfGujarat

કોની સ્ટ્રેટેજીથી ભરૂચ પંથકમાં વિવિધ બેનંબરી ધંધાઓ ધીમા અવાજે પરંતુ મોટા પાયે ધમધમી રહ્યા છે જાણો વધુ…

ProudOfGujarat

વડોદરાની MSUની વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં NSUIનો ભવ્ય વિજય, ABVP ના સુપડાસાફ થતા કેમ્પસ માં કહી ખુશી કહી ગમ ના દ્રશ્યો…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!