Proud of Gujarat
FeaturedGujaratINDIA

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર ખાતે યોજાયો નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ.

Share

સુરેન્દ્રનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ દ્વારા નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.

સુરેન્દ્રનગર ભક્તિનંદન સર્કલ પાસેના મેદાનમાં આયોજિત નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી પધારેલ ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની અઢળક યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી છે અને તેથી જ રાજ્યની પ્રજા પાર્ટી પર વિશ્વાસ મુકી રહી છે. આત્મનિર્ભર ગુજરાતના સંકલ્પ થકી આત્મનિર્ભર ભારતની નેમ પૂર્ણ કરી શકાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની પ્રજા માટે જે કામો માટે વાયદાઓ કર્યા છે તે વાયદાઓ પૂર્ણ કરવા પર હંમેશા તત્પર છીએ. નવી સરકાર નવા ઉત્સાહ અને ઉમંગથી પ્રજાની વચ્ચે રહીને કામ કરી રહી છે. પાર્ટીના કાર્યકર્તાઓને પાર્ટી નેતૃત્વ પર વિશ્વાસ રાખીને પક્ષના કાર્યને સર્વોપરી ગણીને સર્વે કાર્યકર્તાઓને સાથે મળીને આગામી વિધાનસભાની ચૂંટણીના કામે લાગી જવા પણ માટે આહ્વાન કર્યું હતું.

કેન્દ્રીય રાજ્યમંત્રી અને સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના સાંસદ સભ્યશ્રી મહેન્દ્રભાઇ મુંજપરાએ પ્રજાલક્ષી કાર્યો માટે કાર્યકર્તાઓને હંમેશા તત્પર રહેવા પ્રેરણા આપી હતી. વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાર્થક કરવા કાર્યકર્તાઓને કામે લાગી ઉત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના ચેરમેન આઇ.કે. જાડેજાએ પ્રસંગોચિત્ત ઉદ્દબોધન કરી કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી નવા ઉમંગ અને ઉત્સાહ સાથે રાષ્ટ્ર કાર્ય માટે વધુને વધુ સમય ફાળવવા આહ્વાન કર્યું હતું.

Advertisement

આ કાર્યક્રમ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના, તાલુકાઓના, શહેરોના, ભાજપના વિવિધ મોરચાઓના તેમજ વિવિધ મંડળોના આગેવાનશ્રીઓ દ્વારા મુખ્યમંત્રીનું સ્મૃતિભેટ, સ્મૃતિચિહ્નો, પુષ્પમાળાઓ તેમજ ઝાલાવાડની પાંચાળ ભૂમિની ઓળખ એવી પાઘડી અને બંડી પહેરાવીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

અંકલેશ્વર : કુમકુમ બંગ્લોઝમાં એક વ્યક્તિને લાલચ આપી બે ઈસમ છેતરપિંડી કરી ફરાર.

ProudOfGujarat

ગોધરા પાલિકા પ્રમુખ સંજયભાઈ સોનીએ વરસાદના કર્યા વધામણા. જાણો કેમ ?

ProudOfGujarat

ભરુચ જિલ્લા પંચાયત ખાતેથી મોબાઇલ આરોગ્ય સેવા વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!