Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીના ભલગામડા ગામ ખાતે શ્રમજીવીઓને છાશ વિતરણ કરાયું.

Share

ઝાલાવાડ પંથકમાં ઉનાળો હવે મધ્યાને પહોંચી આકાશમાંથી અગન ગોળા વરસાવી રહ્યો છે ત્યારે સીમાડાઓમાં મહેનત મજૂરી કરી પેટીયુ રળતા પરિવારજનોને જમવા સમયે છાસ મળી રહે તે હેતુથી લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા પોતાના જ ગામમાં એટલે કે લીંબડી તાલુકાના ભલગામડા ગામ ખાતેથી ખેતરોમાં મજુરી કામ કરતા શ્રમજીવી પરિવારના લોકો માટે મફત છાશ વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવા પ્રવૃત્તિ સાથોસાથ જરૂરિયાતમંદ સગર્ભા મહિલાઓ અને કુપોષીત બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે દરરોજ એક પરિવારને એક કિલો શુદ્ધ ઘી વિતરણ કરવામાં આવે છે.

લીંબડી તાલુકા પંચાયતના પ્રમુખ કૃષ્ણસિંહ રાણા એ જણાવ્યું હતું કે અમારો હેતુ આ મફત છાશ વિતરણ સાથોસાથ દરેક ગામડાઓમાં આગેવાનો અને મોટા ખેડૂતો ભેગા મળીને શ્રમજીવી પરિવારને મદદરૂપ થાય તેવું આયોજન કરે. જેથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગરીબ અને શ્રમજીવી પરિવારના લોકોને રાહત મળે તેમજ જરૂરિયાતમંદ ગરીબ પરિવારોના સગર્ભા મહિલાઓને તેમજ કુપોષણ ધરાવતા બાળકોને શુદ્ધ ઘી મળી રહે તે હેતુથી દરરોજ એક પરિવારને એક કિલો ઘી મફતમાં આપવામાં આવે છે. તેમજ જરૂરિયાતમંદ પરિવારના સભ્યોને જરૂરી ઘંઉ, ચણા જેવી અનાજની કીટ મળી રહે એ હેતુથી આ આયોજન જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી એટલે કે ત્રણ થી સાડા ત્રણ મહિના સુધી આ સેવા પ્રવૃત્તિ કરવામાં આવશે.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

વડોદરા : પાણીગેટ પોલીસની સર્વેલન્સ ટીમની પ્રશંસનીય કામગીરી.

ProudOfGujarat

બોડી બિલ્ડીંગ ક્ષેત્રમાં પીનલ પરમારને દસ દિવસમાં બીજી સફળતા, દક્ષિણ ગુજરાતની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા

ProudOfGujarat

સરકારી સબસીડીવાળા રાસાયણિક ખાતરને ઔદ્યોગિક એકમને વેચાણ કરતાં આરોપીની ધરપકડ કરતી એસ.ઓ.જી ભરૂચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!