Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ધંધુકા રોડ પર કાર પલ્ટી ખાઈ જતાં સર્જાયો અકસ્માત, પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત

Share

લીંબડી ધંધુકા રોડ પર અચારડાના પાટીયા પાસે કાર પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાતાં કાર બેસેલા પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ધંધુકા પાસે આવેલ સોનઠાં ગામે લગ્નમાંથી પરત ફરી રહ્યા હતાં તે સમયે લીંબડી નજીક અચારડાના પાટીયા પાસે કુતરૂ આડું ઉત્તરતા કાર ચાલકનું સ્ટેરીંગ પરનું કાબુ ગુમાવતાં કાર એકાએક પલ્ટી ખાઈ ગઈ હતી. જ્યારે કારમાં સવાર મયુરભાઈ સુરેશભાઈ રહે સુરેન્દ્રનગર, હરપાલસિંહ ગોવિંદસિંહ રહે.દરોદ, વિશ્ર્વપાલસિંહ પરમાર રહે. સુરેન્દ્રનગર, કુલદિપસિંહ જોરૂભા રહે. શેખપર, પ્રદયુમનસિંહ ચાવડા રહે સાયલા સહિતને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ૧૦૮ દ્વારા લીબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવની જાણ લીંબડી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

નબીપુર ગામમાં નવીનગરી પાસેથી જુગાર રમતા છ જુગારીઓ પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 14 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1272 પર પહોંચી.

ProudOfGujarat

કોરોનાનાં કેસ વધતા રાજપીપળા સમસ્ત વેપારી મંડળે તમામ દુકાનો સવારે ૭ થી બપોરનાં ૨ વાગ્યા સુધી દુકાનો જ ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!