Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના દશ ગામોમાં વિકાસ કામોનું ખાતમુર્હુત લોકાર્પણ કરાયું.

Share

ઉમરપાડા તાલુકાની ઘાણાવડ જિલ્લા પંચાયતના બેઠકમા સમાવિષ્ટ 10 જેટલા ગામોમાં 29 લાખના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. ચવડા, સટવાણ, આંબા, ચવડા, નાના સુતખડકા, નવા ચકરા, જૂના ચકરાં, સેવલાણ, ખોડા આંબા ગામે સરકારની વિવિધ યોજનામાંથી મંજૂર કરેલ વિકાસના કામો જેવા કે સી સી રસ્તા, ડામર રસ્તા, નાળાનું કામ, ગટર લાઈન અંદાજીત રકમ 29 લાખ જેટલી રકમના વિકાસ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઈ વસાવા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ મોહનભાઈ વસાવા, ભાજપ સંગઠન મહામંત્રી અર્જુનભાઈ વસાવા, તાલુકા પંચાયતના સભ્ય ગુલાબભાઈ વસાવા, સરપંચ ઇશ્વરભાઇ વસાવા, ધરમસિંહભાઈ વસાવા, મહેશભાઈ વસાવા, દક્ષાબેન વસાવા, ભાજપના આગેવાન કાંતિભાઈ પાડવી, કિસાન મોરચાના પ્રમુખ તથા ભાજપના કાર્યકર્તા અને ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્‍લાના ૧,૦૮,૩૯૨ લાભાર્થીઓને રૂ. ૧૬,૦૧૨.૨૯ લાખની વિવિધ યોજનાકીય સહાય

ProudOfGujarat

લીંબડીથી લખતરને જોડતાં રોડ પાસે આવેલું નાળુ બેસી જતાં લોકોને મુશ્કેલી.

ProudOfGujarat

ઉમરપાડાનાં કેવડી અને ઉચવણ ગામમાં આર.એસ.એસ (RSS)દ્વારા 550 રાશન કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!