Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં કાકીનાડા ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી ગાંજો મળ્યો

Share

કાકીનાડા ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાથી પશ્ચિમ રેલવે એસઓજીની ટીમે બિનવારસી હાલતમાં 2.19 લાખની કિંમતનો ગાંજો ઝડપી પાડી અજાણ્યા શખ્સ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા પશ્ચિમ રેલવે એસઓજી ટીમના જવાનો 28 એપ્રિલના રોજ રાત્રે પેટ્રોલિંગમાં હતા. તે સમયે કાકીનાડા ભાવનગર એક્સપ્રેસ ટ્રેન કાશીપુરા રેલવે સ્ટેશન પસાર કરતા સમયે જનરલ કોચ તથા રિઝર્વેશન કોચ એસ એકના કોરિડોર વચ્ચે શંકાસ્પદ હાલતમાં બે થેલા મળી આવ્યા હતા. જેમાં સેલોટેપ વિટાળેલ બંડલોમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 2.19 લાખની કિંમતનો 21.900 કી.ગ્રા ગાંજો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા ના હાંસોટ ખાતે થયેલ સાબીર કાનૂગા હત્યા કાંડ બાદ થી ફરાર બિલ્ડર સલીમ રાજ પોલીસ ના સકંજામાં આવ્યો હતો

ProudOfGujarat

ભરૂચ અને અંકલેશ્વરના નોટરીયનોએ સૂચિત સુધારા અંગે વિરોધ કરતું આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચનો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થ ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયો, નવસારીના ગણદેવીમાં ક્રાઇમ બ્રાંચનું સફળ ઓપરેશન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!