Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ જલારામ નગર વિસ્તારમાં ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી

Share

વડોદરા જિલ્લાના કરજણ નગરના જલારામ નગર વિસ્તારમાં આવેલા એક ઘાસચારાના ગોડાઉનમાં ગતરોજ સાંજે ચાર કલાકે અચાનક આગ ભભુકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. આગના પગલે કાળા ધુમાડાના ગોટેગોટા ઉંચે આકાશ તરફ જતા નજરે પડ્યા હતા. ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને થતા ફાયર કર્મીઓ ફાયર ટેન્કર સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

ફાયર કર્મીઓએ આગ પર પાણીનો મારો ચલાવી ગોડાઉનના ઉપરના ભાગે આવેલા રહેણાંક મકાન સુધી આગ પહોચતી અટકાવી હતી. ઘરવખરીનું નુકસાન થતું બચાવ્યું હતું. સદનસીબે કોઈ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. લાગેલી આગમાં અંદાજિત રૂપિયા બે લાખના ઘાસચારાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ ના ઝાડેશ્વર રોડ પર આવેલ આઈનોકક્ષ સિનેમા પાસે ખુલ્લી ગટર માં ગત રાત્રી એ એક ગાય ખાબકતા મહા મહેનતે સ્થાનિકો ની મદદ થી ગાય ને બહાર કાઢવા આવી હતી….

ProudOfGujarat

અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલને મેઘમણી કંપની તરફથી વેન્ટિલેટરની સહાય આપવામાં આવી…

ProudOfGujarat

ક્ષત્રિય સમાજના આગેવાન પી. ટી. જાડેજાની પાસા રદ કરવા કલેક્ટરને રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!