Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : જે મિત્ર સાથે દારૂની પાર્ટી કરી તેણે જ આચર્યું દુષ્કર્મ : સ્ટેટ લેવલ કબડ્ડી પ્લેયરે કર્યો આપઘાત.

Share

શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી સ્ટેટ લેવલ કબડ્ડી પ્લેયર સાથે મિત્રોએ દારૂ પાર્ટી યોજ્યા બાદ એક મિત્રએ દુષ્કર્મ આચરતા ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ચકચારી બનાવમાં પોલીસે બે યુવાનોની મોડી રાત્રે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળેલી માહિતી પ્રમાણે, આપઘાત પૂર્વે યુવતીએ પોતાની સાથે થયેલા ઘૃણાસ્પદ બનાવને બયાન કરતો વીડિયો બનાવ્યો હતો. બનાવની ગંભીરતા જોતાં એક્શનમાં આવેલી પોલીસે મોડી રાતે દુષ્કર્મનો ગુનો નોંધી યુવતી સાથે પાર્ટી કરનાર 19 વર્ષિય દિશાંત ઉર્ફ દિપક કહાર (રહે.નવાપુરા, વડોદરા) અને 20 વર્ષિય નઝીમ ઇસ્માઇલરહીમ મિરઝા (રહે. ફતેપુરા, વડોદરા) ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસસૂત્રો મુજબ, સવારે યુવતીને ભાન આવ્યા બાદ દુષ્કર્મ થયું હોવાની ખબર પડી હતી. યુવતીને રાત્રે શું બન્યું એની ખબર પડતાં 2 યુવકો અને યુવતી ભાગી ગયાં હતાં. ડઘાઇ ગયેલી યુવતીએ તેના અન્ય મિત્રને કોલ કરી બનાવ અંગેની જાણ કરતાં મિત્રે તેને પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી હતી, પરંતુ હતાશ યુવતી ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. આખરે સવારે તેણે નજીકમાં રહેતા પિતાને ઘરે જઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે ઇપીકો કલમ 376, 306 અને 114 મુજબ ગુનો નોંધી દિશાંત કહાર અને નઝીર મિરઝા નામના યુવકની ધરપકડ કરી હતી. બંને યુવકોએ મંગળવારે રાત્રે બનેલી ઘટનાને સમર્થન આપ્યું હતું. પોલીસે મહેફિલમાં હાજર યુવતીની શોધખોળ હાથ ધરી છે.

લક્ષ્મીપુરામાં વિસ્તારમાં રહેતી અને કોલેજમાં ભણતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ પોતાના ઘરે દુપટ્ટાથી સવારે 10.30 વાગ્યાના સુમારે ફાંસો ખાઇ લીધો હતો. લગભગ 12 વાગ્યાના સુમારે પરિવારજનોને જાણ થતાં ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. જોકે પરિવારજનોએ આ બનાવ આપઘાતનો નહીં, પણ ગેંગરેપનો હોવાનો આક્ષેપ કરતાં પોલીસ દોડતી થઇ હતી.

Advertisement

પોલીસ સૂત્રો મુજબ, વિદ્યાર્થિની શહેરના ઉત્તર વિસ્તારમાં ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. જોકે તબીબી રિપોર્ટ હજી બાકી છે. બીજી તરફ યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા વચ્ચે પોલીસે તપાસ કરતાં પ્રાથમિક તપાસમાં જ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો, જેમાં હકીકત બહાર આવી હતી કે 6 માસ પૂર્વે માતાનું અવસાન થતાં યુવતી ભાડેથી ઘર રાખીને રહેતી હતી અને ખાનગી કંપનીમાં જોબ કરતી હતી. મંગળવારે સાથી કમર્ચારી અને મિત્ર એવા 2 યુવક અને એક યુવતી સાથે તેની રૂમ પર દારૂ પાર્ટી રાખી હતી. જ્યાં તમામે દારૂનો નશો કર્યા બાદ યુવતીએ ભાન ગુમાવતાં દિશાંત કહાર નામના યુવકે ફાયદો ઉઠાવી તેની પર રેપ કર્યો હતો.


Share

Related posts

રાજ્યના નવા મંત્રી મંડળમાં સોશિયલ મીડિયા થકી ભરૂચ જિલ્લા માટે સવારે વાજતે ગાજતે આવેલું મંત્રી પદ બપોરે ગાયબ થયું : સમર્થકો શુભેચ્છાઓ ડીલીટ કરવામાં જોતરાયા.

ProudOfGujarat

અંકલેશ્વર સસ્તા અનાજનીદુકાનદારો દ્વારા નવેમ્બર માસ ચલણ નહિ ભરવા આવેદન પાઠવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ના પાલેજ ખાતે એક દુકાન માં આગ ફાટી નીકળતા દોડધામ, સદનસીબે કોઇ જાનહાની નહિ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!