Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : સાદી રેતી ખનીજના બિન અધિકૃત ખોદકામ વહન અને સંગ્રહના ૧૨૬ કેસો ઝડપી રૂ.૨.૪૩ કરોડથી વધુ રકમની ખનિજ ખાતાએ કરી વસુલાત.

Share

વડોદરા જિલ્લામાં ખાણ અને ખનીજ ખાતું ખનીજના બિન અધિકૃત ખોદકામ,વહન અને સંગ્રહની પ્રવૃત્તિઓ અટકાવવા સતર્કતા સાથે કાર્યરત છે. જિલ્લા કલેકટર દ્વારા પણ આ બાબતમાં વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને ખનીજની બાબતમાં બિન અધિકૃત પ્રવૃત્તિઓ રોકવા અનુરોધ કરવામાં આવ્યો છે.જેના અનુસંધાને અવારનવાર ખાતાની ટીમો બાતમીના આધારે દરોડાની કામગીરી હાથ ધરે છે અને આ આકસ્મિક કાર્યવાહીના સારા પરિણામો મળ્યા છે.

આ ઉપરાંત હાલમાં કરજણ તાલુકાના શાયર ગામે ૩૪ જેટલી સાદી રેતી ખનીજોની લીઝોની તકેદારીના પગલાં તરીકે માપણી/ સર્વે કરવામાં આવ્યો છે.હાલમાં લીઝ વિસ્તારના રેકોર્ડ અને સ્થળ સ્થિતિની ક્રોસ ચકાસણી ચાલુ છે.તેની સાથે શાયર પાલેજ રોડ પર આવેલા ૧૬ સાદી રેતી ખનીજના સ્ટોક યાર્ડ/ યુનિટોની ચકાસણી કરીને,ગેરકાયદેસર સંગ્રહ અને વહન કરનારાઓને રૂ.૩૬.૫૯ લાખ જમા કરાવવા નોટિસ આપવામાં આવી છે.

Advertisement

આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં લીઝ બહારના વિસ્તારોમાં સાદી રેતી ખનીજના બિન અધિકૃત ખોદકામ,વહન તેમજ મશીન ઊંચકી જવાની પ્રવૃત્તિઓ ડામવા કસૂરવારો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તેવી જાણકારી આપતા ભૂસ્તર શાસ્ત્રી શ્રી નીરવ બારોટે જણાવ્યું છે કે વડોદરા અને ભરૂચ જિલ્લાના નર્મદા પટ વિસ્તારમાં ખનિજ ખાતું સક્રિયતા સાથે કામ કરી રહ્યું છે.

તેમણે જણાવ્યું કે વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલી સાદી રેતી ખનીજની ક્વોરી લીઝોમાં થી સન ૨૦/૨૧ અને ૨૧/૨૨ ના ફેબ્રુઆરી સુધીમાં રોયલ્ટીની રૂ.૧૪૫૯.૭૦ લાખ એટલે કે રૂ.સાડા ચૌદ કરોડથી વધુ રકમની સરકારને આવક મળી છે. જે પૈકી શાયર ગામે આવેલી સાદી રેતી ખનીજની ક્વોરી લિઝોમાં થી ઉપરોક્ત સમયગાળા દરમિયાન રૂ.૮૬૨.૬૭ લાખની રોયલ્ટી મળી છે. શાયર ગામની સામે નર્મદાના સામા કાંઠે ઝઘડિયા તાલુકાના વેલુ ગામે સાદી રેતી ખનીજોની લીઝો આવેલી છે. ઉપરોકત બે વર્ષના સમયગાળામાં વેલૂ ખાતેની મિનરલ એસેટમાં થી રૂ.૧૫૮૦.૭૫ ની રોયલ્ટી આવક થઈ છે.

આમ,રેતી ખનિજ લીઝોથી આ વિસ્તારમાં ઉપરોક્ત બે વર્ષમાં વડોદરા જિલ્લામાં રૂ.૮૬૨.૬૭ લાખની અને ભરૂચ જિલ્લામાં રૂ.૧૫૮૦.૭૫ લાખ મળીને કુલ રૂ.૨૪૪૩.૪૨ લાખની રોયલ્ટી ની આવક સરકારને મળી છે.

રોયલ્ટી ની આવકના ૧૦ ટકા પ્રમાણે જિલ્લા ખનિજ સંપદા ભંડોળ એટલે કે ડીસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાં રકમ જમા થાય છે જે સ્થાનિક વિસ્તારના વિકાસ માટે ભંડોળ રૂપે ઉપલબ્ધ થાય છે.તે પ્રમાણે રૂ.૨૪૪.૪૩ લાખની રકમ સ્થાનિક વિકાસ માટે ઉપલબ્ધ બની છે.

ખનીજ ખાતું સાદી રેતી ખનિજનું બિન અધિકૃત ખોદકામ,વહન અને સંગ્રહ ની પ્રવૃત્તિઓને ડામવા સક્રિય પગલાં લઈ રહ્યું છે.તેના પગલે વર્ષ ૨૦૨૦ માં ૪૯ કેસો અને ૨૦૨૧માં ૭૭ કેસો કરવામાં આવ્યા હતા.આમ,બે વર્ષ દરમિયાન કુલ ૧૨૬ કેસો કરીને કસૂરવારો પાસે થી રૂ.૨૪૩.૦૫ લાખ(બે કરોડ ૪૩ લાખથી વધુ)ની વસુલાત કરવામાં આવી છે. આમ,ખનિજ ખાતું નર્મદા નદીના વડોદરા અને ભરૂચ જિલ્લાના રેતી ખનિજ વિસ્તારોમાં ખૂબ સતર્કતા અને સક્રિયતા સાથે કાર્યરત છે.


Share

Related posts

વિરમગામમાં સપ્તધારાના સાધકો દ્વારા મિશન ઇન્દ્રધનુષ ૨.૦ ની જાણકારી આપતો પપેટ શો રજુ કરવામાં આવ્યો.

ProudOfGujarat

રાજપીપલા સહીત નાંદોદ તાલુકામા ત્રણ ઇંચ વરસાદ ..

ProudOfGujarat

વલસાડ-ઉમરગામ GIDCની અરિહંતમ લાઈફ કેર નામની કંપનીમાં બોઈલર ફાટ્યું-2 કામદારો સારવાર હેઠળ…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!